Ashish Parmar, Junagadh: જૂનાગઢના ગિરનાર સફારીમાં બે સિંહો વચ્ચે લડાઈ થતી હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક સિંહણને પામવા માટે બે સિંહ એકબીજા સાથે બાખડી પડ્યા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
ગિરનાર સફારીનો છે વિડિયો
ગિરનાર સફારીમાં આવેલો પાતુરણ રૂટ પર આ ઘટના જોવા મળી હતી. ખૂબ જવલ્લે જોવાથી જ આ ઘટના છે. જેમાં સિંહણને પામવા માટે સિંહો બાખડયા હતાં. હાલ તો આ વિડીયો કોઈ પ્રવાસીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો અને હાલ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આવી ઘટના વારંવાર નથી બનતી
ગિરનારમાં ગિરનાર નેચર સફારી વન્ય પ્રાણીઓના દર્શન કરવામાં આવે છે. જેમાં સિંહ દર્શન સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રિય છે. દૂર દૂરથી લોકો સિંહ દર્શન માટે સાસણ તેમજ ગિરનાર જંગલમાં જતા જોવા મળતા હોય છે ત્યારે આ વીડિયો પણ કોઈ પ્રવાસીઓ દ્વારા પોતાના કચકડે કેદ કરવામાં આવ્યો છે. જેમાં બે સિંહ વચ્ચેની આ લડાઈ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
અલગ અલગ સિંહો છે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
ગિરનાર સફારીમાં અલગ અલગ પ્રકારના સિંહનો જે વસવાટ છે. તેને અલગ અલગ પ્રકારના નામ પણ આપવામાં આવ્યા છે. જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. સિંહ સૌરાષ્ટ્રનું ઘરેણું છે, ત્યારે દૂર દૂરથી આવતા લોકોને આજે જ્વલ્લે જ જોવા મળતા દ્રશ્યો જોવા મળતા પ્રવાસીઓ આ દૃશ્યો જોઈને અભિભૂત થઈ ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર