Home /News /junagadh /મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂકની Viral Audio ક્લિપ, 'તારી પાસે જગ્યા હોય તો કહેજે, દૂધમાં સાકર ભળે એમ...'

મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂકની Viral Audio ક્લિપ, 'તારી પાસે જગ્યા હોય તો કહેજે, દૂધમાં સાકર ભળે એમ...'

એસ.ટી. વિભાગ દ્વારા કથિત ક્લિપ મામલે જેતપુર ડેપોના ટીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા

Junagadh ST Viral Audio Clip : જૂનાગઢ ડેપોની મહિલા કંડક્ટર પાસે બિભત્સ માંગણી, કથિત માંગણી કરનારા ટીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા, સાંભળો વાયરલ થયેલી ઑડિયો ક્લિપ

અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢ એસ.ટી.ડેપોની (Junagadh ST Depo) મહિલા કંડક્ટર (Woman conductor) સાથે ગરેવર્તણૂક થયાની અને કથિત રીતે ઉપરી અધિકારી દ્વારા  શારિરીક સંબંધો (physical Relation) કેળવવાની માંગણી કરતી એક ઓડિયો ક્લિપ (Audio clip) સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ (Viral) થઈ છે. આ કથિત વાયરલ ક્લિપમાં મહિલા કંડક્ટરની સાથે જેતપુર ડેપોના એક ટીઆઈએ મહિલા પાસે આડકતરી રીતે શારિરીક સંબંધોની માંગણી કરી હોય તેવું લાગી રહ્યુ છે. જોકે, મહિલા કંડક્ટર આ વાતને અસાહજિકતાથી લઈને 'મને કઈ સમજાતું નથી તમે અધિકારી થઈને શું કહી રહ્યો છો?' તેવું કહી દેતા સામેની વ્યક્તિએ વાતને વાળવાનો પ્રયાસ કર્યો છે. ખેર આ ઓડિયો ક્લિપ વોટ્સએપ વાયરલનો વિષય બની જતા આખરે સમગ્ર એસટી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ખળભળાટના પગલે વાયરલ ઓડિયો ક્લિપની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેતપુર ડેપોના ટીઆઈને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એક તરફ જામનગરની જી.જી. હૉસ્પિટલમાં મહિલા સ્ટાફ સાથે શારિરીક સંબંધની માંગણીઓનો વિષય ખૂબ ચર્ચામાં આવ્યો છે, આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે ત્યારે સરકારના જ બીજા વિભાગ એસ.ટી.ના નામે વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપે ચકચાર જગાવી છે.

આ પણ વાંચો : સુરત : ઘરેથી કાઢી મૂકેલા યુવકની થઈ હત્યા, જે મિત્રના ભરોસે હતો તેણે જ મારી નાખ્યો!

આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

'તારી પાસે જગ્યા હોય તો તું કે, તને તકલીફ ન પડે એમ દૂધમાં સાકર ભળે એમ ભળી જઈશુ...'

ઓડિયો ક્લિપમાં મહિલા સાથે વાત કરી રહેલી વ્યક્તિ કહી રહી છે કે 'બુકિંગ થઈ ગયું... તને કઈ પણ કામ પડે કહેજે... આપણે દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનું છે. તારી પાસે કોઈ જગ્યા હોય તો કેજે, મારી પાસે તો નથી આપણે દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનું છે.. તું કઈક ગ્રીન સિગ્નલ આપ તો મને ખબર પડે..'



જોકે, આ તમામ ઘટનાક્રમથી ચોંકી ગયેલી મહિલા કહે છે કે 'સાહેબ તમે અધિકારી થઈને આવી વાત કરો મને કઈ ખબર નથી પડતી. એસ.ટી.નું કઈ કામ હશે તો ચોક્કસથી કહીશ પરંતુ મને કઈ સમજ પડતી નથી. આ વાતચીત બાદ સામેની વ્યક્તિ આ ફોનને કાપી નાખે છે. સોશિયલ મીડિયામાં આ ક્લિપ વાયરલ થતા જૂનાગઢ એસ.ટી. વિભાગ હરકતમાં આવ્યો છે.

આ પણ વાંચો : સુરત : વરાછામાં હીરાની ચોરીનો CCTV Video, નોકરીના ચોથા દિવસે માલ ઉપાડી રત્નકલાકાર રફૂચક્કર

આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

રૂટની ઓળખ થઈ અણછાજતી માંગણી કરનાર ટીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા

જૂનાગઢ એસટીના વિભાગીય નિયામક જી.ઓ. શાહે આ ઘટનાની જાણ થતા તપાસના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત અણછાજતી માંગણી કરનાર વ્યક્તિની ઓળખ રામકુભા ગિડા નામના વ્યક્તિ તરીકે થઈ હતી. જેતપુર ડેપોના આ ટીઆઈને કથિત ક્લિપના આરોપોમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, ટીઆઈ પર આ આક્ષેપો છે તે કેટલા સત્ય છે તે તો તપાસના અંતે જ જાણી શકાશે. પરંતુ હાલમાં આ ઘટના અંગે ખળભળાટ મચી જતા

(નોંધ : ન્યૂઝ18 ગુજરાતી આ ઑડિયો ક્લિપ વાયરલ વિષયવસ્તુ હોવાથી તેની સત્યતાની પુષ્ટી કરતું નથી)
First published:

Tags: Audio clip, Condutor, GSRTC, Gujarati news, Junagadh news, Junagdh ST Viral Aduio, Physical relation, Viral, જૂનાગઢ

विज्ञापन