Home /News /junagadh /જૂનાગઢ: દિકરીના લગ્ન પ્રસંગમાં મહેમાનોને આપવામાં આવી વૃક્ષોની ભેટ

જૂનાગઢ: દિકરીના લગ્ન પ્રસંગમાં મહેમાનોને આપવામાં આવી વૃક્ષોની ભેટ

દીકરીના લગ્નમાં મહેમાનોને વૃક્ષની અપાઈ ભેટ

દેલવાડીયા પરિવાર દ્વારા નવ દંપતિને વૃક્ષની ભેટ આપી કરીયાવરમાં પણ વૃક્ષ આપી વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો

  ચોમાસાની સિઝન શરૂ થતાં વિવિધ સંસ્થાઓ વન વિભાગ તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી અને પ્રકૃતિ સંવર્ધન ક્ષેત્રે કાર્યો થતા હોય છે. આવી જ વાત કેશોદ તાલુકાના અજાબ ગામની છે.

  દેલવાડીયા પરિવારનાં કુસુમબેન દેલવાડીયાનાં આંગણે લગ્ન પ્રસંગ યોજાયો. સ્વ. છગનભાઈ હીરાભાઈ દેલવાડીયાની લાડલી દિકરી અંકીતાના શુભ લગ્ન માણાવદરના હંસાબેન તથા વિઠ્ઠલભાઈ મનજીભાઈ ભડાણીયાના સુપુત્ર પ્રતીક સાથે નિર્ધારર્યા હતા. સાજન માજન સાથે માણાવદરથી ભડાણીયા પરિવાર જાન લઇને આવી પહોંચતા માંડવીયા કુસુમબેન અને પરિવારજનોએ વૃક્ષો પ્રત્યે જાગૃતિ લાવવા અંકીતાબેનના લગ્ન પ્રસંગે અનોખી પહેલ કરી છે. જાનમાં આવેલા જાનૈયાઓને એક એક વૃક્ષની ભેટ આપવામા આવી હતી.

  દેલવાડીયા પરિવાર દ્વારા નવ દંપતિને વૃક્ષની ભેટ આપી કરીયાવરમાં પણ વૃક્ષ આપી વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો અને નવદંપતઓના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ અજાબની નેચર નીડ યુથ કલબ દ્વારા વિના મુલ્યે વૃક્ષોનુ વિતરણ કરવામાં આવે છે, જેમની કામગીરીમાં સહભાગી બનવા અંકીતા બેનના લગ્ન પ્રસંગે તેમના ભાઈઓ રીપલભાઈ તથા શનિકુમારે જણાવ્યું હતું કે, કન્યાદાનમાં સોના ચાંદીના દાન લોકો આપે છે અને કરીયાવરમાં ઘર ઉપયોગી વસ્તુઓ લોકો આપતા હોય છે પણ અમોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની “આપણું ગુજરાત હરીયાળુ ગુજરાત” સંકલ્પનાને સાકાર કરવા હરીયાળી ક્રાંતિ માટે નવ દંપતીને તથા જાનૈયાઓને વૃક્ષની ભેટ આપી. નવદંપતીના વરદ હસ્તે ઘર આંગણે વૃક્ષોનુ વાવેતર પણ કરવામાં આવ્યું. જે બેનના લગ્નની કાયમી યાદી રહેશે અને વધુમાં વધુ વૃક્ષોનુ વાવેતર થાય તેવા સંદેશ સાથે દેલવાડીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે વૃક્ષો આપી વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોના સંકલ્પ સાથે અનોખી પહેલ કરી છે જેને જાનૈયાઓએ પણ બિરદાવી વૃક્ષોનુ વાવેતર કરવાનો સંકલ્પ કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનિય છે કે કેશોદ તાલુકાના અજાબ નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેશોદ તાલુકાને હરીયાળુ બનાવવાના સંકલ્પ સાથે એકત્રીસ હજાર વૃક્ષોનુ વાવેતર કરવામા આવે તેવુ આયોજન કરવામાં આવી રહયુ છે. જેમાં ગત વર્ષે અજાબમાં ત્રેવીસ હજાર ચારસો વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તેમજ ગામતળમાં સાતસો વૃક્ષોનું વાવેતર કરી ટ્રી ગાર્ડ લગાવી સાર્વજનિક જગ્યાઓમાં બગીચા બનાવેલ છે જે વાવેતર કરેલા વૃક્ષો આજે ઘટાદાર બની ગયા છે. જેમા ગામ લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે. નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અભય વ્યાસે જણાવ્યું હતું કે, કેશોદ તાલુકાના આજુબાજુના વિસ્તારોમાં પણ કોઈપણ સામાજિક સંસ્થાઓ ખેડુતો પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષારોપણ કરવાનુ આયોજન હોય તેમને અજાબ તાલુકા શાળાએ આવેલ નર્સરીએથી વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ વન વિભાગ ગુજરા રાજ્યનાં સહયોગથી નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અને કિસાન મિત્ર કલબ જૂનાગઢ દ્વારા વૃક્ષોના વાવેતર તથા વૃક્ષોના વિતરણ થઇ રહ્યુ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Guests, Wedding Ceremony, જૂનાગઢ, દીકરી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन