અતુલ વ્યાસ, જૂનાગઢ: ગુજરાતમાં લમ્પી વાયરસ (Lumpy Virus)નો કેર યથાવત છે. જૂનાગઢ (Junagadh)ના એક ખેડૂતે ગૌવંશને બચાવવાની પહેલ કરી છે અને વિના મુલ્યે ગૌ વંશ બચાવવા અંદાજીત 3 લાખના 10 હજાર ડોઝ ફ્રી (Lumpy Virus Vaccine) આપવાની જાહેરાત કરી છે. જેમાંથી 2 હજાર વેક્સીન આવી જતા તેણે જામકા તેમજ આજુબાજુની ગાયો માટે વિના મુલ્યે રસી આપવાની શરૂઆત કરી છે. એક પણ રૂપિયો લીધા વગર જિલ્લા પંચાયતની ટીમના ડોકટરો સાથે રહી વેક્સીનની કામગીરીમાં કરવામાં આવી રહી છે.
હાલ ગુજરાતમાં લમ્પી નામના વાઇરસે હાહાકાર મચાવ્યો છે અને ગૌ વંશના મોત થઇ રહ્યા છે ત્યારે ગૌ વંશ બચાવવું ખુબ જરૂરી બન્યું છે અને તે માટે વેક્સીનેશન કરવામાં આવે તો ગૌ વંશ બચાવી શકાય ત્યારે જૂનાગઢના એક ખેડૂતે ગૌ વંશ બચાવવા પહેલ કરી છે અને વિના મુલ્યે ગૌ વંશ બચવવા અંદાજીત 3 લાખના 10 હજાર ડોઝ ફ્રી આપવાની જાહેરાત કરી છે.
જૂનાગઢના જામકા ગામના ગૌ પાલક પરશોતમ સીદપરા ગીર ગાયના રખેવાળ કહેવાય છે. તેમની પાસે 100 થી વધુ ગીર ગાયો તેમજ આખલાઓ છે. હાલ ગૌ વંશમાં લમ્પી નામનો વાઈરસ આવતા તે ગૌ વંશ બચાવવા આગળ આવ્યા છે અને 10 હજાર વેક્સીનનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી 2 હજાર વેક્સીન આવી જતા તેમણે જામકા તેમજ આજુબાજુની ગાયો માટે વિના મુલ્યે વિકસીન આપવાની શરૂઆત કરી છે. એક પણ રૂપિયો લીધા વગર જિલા પંચાયતની ટીમના ડોકટરો સાથે રહી વેક્સીન ની કામગીરીમાં જોતરાયા છે અને ગૌ વંશ બચાવવા તેમણે અભિયાન શરુ કર્યું છે સાથે લોકોને પણ અપીલ કરી છે.
તો જિલા પંચાયતની વેટરનરી ડોક્ટરોની ટીમ પણ પરષોત્તમ સીદપરાના અભિયાનને આવકારી રહી છે. ડોકટરોનું કહેવું છે કે, તેમણે 10 હજાર વેક્સીનની જાહેરાત કરી હતી. તેમાંથી 2 હજાર વેક્સીન આવી જતા અમે કામગીરી શરુ કરી છે અને હજુ બીજા 8 હજાર વેક્સીન બે દિવસમાં આવતા આસપાસના વિસ્તારોના માતા ભાગના ગૌ વંશને વેક્સીન આપી દેવામાં આવશે. આમ એક ખેડૂતના પ્રયાસોથી મોટા ભાગના ગૌ વંશને વેક્સીનેશન કરવામાં આવશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર