Home /News /junagadh /જૂનાગઢ: ઓહ નો! આ હત્યા હતી? પ્રેમીને પામવા પત્નીએ પતિને આમ પતાવી દીધો

જૂનાગઢ: ઓહ નો! આ હત્યા હતી? પ્રેમીને પામવા પત્નીએ પતિને આમ પતાવી દીધો

પોલીસે પત્ની, પ્રેમી સહિત અન્ય એકની કરી ધરપકડ

Junagadh crime: રીક્ષાચાલકોના મોત મામલો મોટો ખુલાસો થયો છે. મોત મામલે હત્યાનો ખુલાસો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યાનો ખુલાસો

    જૂનાગઢ: પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, પરંતુ જૂનાગઢમાં બનેલી હત્યા ક્રાઇમ વેબ સીરિઝને પણ ટપારે તેવી છે. પ્રેમીને પામવા માટે કેવી રીતે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો, તે ખરેખર દિલઘડક છે. ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસમાં થયેલા ઘટસ્ફોટ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

    સોડાની બોટલમાં પોટેશિયમ સાઈનાઈટ ભેળવ્યું હતું

    ગત 28 તારીખના રોજ ઝેરી પીણું પીવાથી બે વ્યક્તિના સ્થળ પર મોત થયા હતા. આ મામલે ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરતાં પોલીસને સફળતા મળી છે. મૃતક રફીક ઘોઘારીની પત્નીએ તેના પ્રેમી આસિફ ચૌહાણ સાથે મળી પતિની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મૃતક રફીક રીક્ષામાં સોડાની બોટલમાં પોટેશિયમ સાઈનાઈટ મેળવ્યું હતું. રીક્ષામાં રહેલા સોડા પીતા રફીક ઘોઘારીનું સ્થળે મોત થયું હતું. આટલું જ નહીં, તે સોડા તેના મિત્ર ભરત ઉર્ફે જોને પણ પીધી હતી. આમ, બન્નેના સ્થળ પર જ મોત થયા હતા.

    આ પણ વાંચો: પંચમહાલ: વૃદ્ધાની એકલતાનો લાભ લઇ કરાઇ હત્યા, લૂંટ ચલાવી આરોપી ફરાર

    પ્રેમીના પ્રેમમાં પાગલ પત્નીએ પતિને જ પતાવી દેવા તરખટ રચ્યું

    સામાન્ય રીતે આ ઘટનાને જોતાં લાગી રહ્યું હતું કે, કોઇ ઝેરી પીણું પીતા બન્ને લોકોના મોત નિપજ્યા છે. પરંતુ સમગ્ર ઘટનાક્રમને જોતાં પોલીસને શંકા ગઇ હતી. પોલીસે આ મામલે ખૂબ જ ચતુરાઇપૂર્વકની તપાસ કરતાં અંતે ભાંડો ફૂટ્યો હતો. પોતાના પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમીના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના પતિને જ પતાવી દેવા સમગ્ર તરખટ રચ્યું હતું. આ સમગ્ર કેસના તળિયા સુધી પહોંચવામાં જૂનાગઢ LCB પોલીસને સફળતા મળી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસે મૃતકના પત્ની મેમુદાબેન, તેનો પ્રેમી આસિફ ચૌહાણ અને તેના મિત્ર ઈમરાન ચૌહાણની ધરપકડ કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Junagadh news

    विज्ञापन
    विज्ञापन