Home /News /junagadh /જૂનાગઢ: નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

જૂનાગઢ: નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા

Junagadh Crime: મોડીરાતે નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું, સગીરાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

જૂનાગઢ: રાજ્યમાં સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જૂનાગઢમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. મોડીરાતે નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ સગીરાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ વાતની જાણ થતાં હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારે પોલીસે આ સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કરી છે.

હોસ્પિટલે લોકોના ટોળા ઉમટ્યાં

સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, મોડીરાતે એક શખ્સે સીગરા પર દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે અન્ય એક શખ્સે ગુનામાં મદદ કરી હોવાનું સામે આવી રહ્યું છે. નરાધમને મદદ કરનાર સગીર વયનો હોવાનું કહેવાય છે. બીજી બાજુ, ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને અલ્તાફ મેરૂભાઈ નામના શખ્સની ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: પિતાએ ફોન પર કીધેલી એક વાતથી પુત્રી ડરી ગઇ, ફિનાઇલ ગટગટાવ્યું

સગી ભાભી સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

તાજતેરમાં જ જૂનાગઢમાં દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દિયરે સગી ભાભી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. દિયર છેલ્લા ચાર વર્ષથી ભાભી પર દુષ્કર્મ આચરતો હતો. આ નરાધમ દિયર ભાભીને ધમકી પણ આપતો હતો. ભોગ બનનાર ભાભીને તેના પતિ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી 4 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે ભોગ બનનાર મહિલાએ દિયર સામે ફરીયાદ નોંધાવી હતી. મહિલાએ હરેશ જીવરાજ રાંક વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
First published:

Tags: Crime news, Gujarat News, Junagadh news