Home /News /junagadh /Junagadh : ગિરનાર સાથે બાથ ભીડતા સાહસિક બાળકો, જુઓ Video

Junagadh : ગિરનાર સાથે બાથ ભીડતા સાહસિક બાળકો, જુઓ Video

X
ગિરવારની

ગિરવારની પર્વતમાળામાં બાળકો સાહસિકતાના પાઠ ભણી રહ્યાં છે.એડવેન્ચર કેમ્પમાં બાળકોને જુદી જુદી તાલીમ આપવામાં આવે છે. સવારે 6 વાગ્યે જાગ્યા બાદ દિવસભર વિવિધ તાલીમ આપવામાં આવે છે.

ગિરવારની પર્વતમાળામાં બાળકો સાહસિકતાના પાઠ ભણી રહ્યાં છે.એડવેન્ચર કેમ્પમાં બાળકોને જુદી જુદી તાલીમ આપવામાં આવે છે. સવારે 6 વાગ્યે જાગ્યા બાદ દિવસભર વિવિધ તાલીમ આપવામાં આવે છે.

Ashish Parmar, Junagadh : જૂનાગઢના ગિરનારના પથ્થરોમાં બાળકો સાહસિક બનાવની તાલીમ મેળવે છે. અહીં એડવેન્ચર કેમ્પ બાળકોને ખડક ચઢાણની તાલીમ આપવામાં આવે છે. સરકાર દ્વારા તમામ સુવિધા પુરી પાડવામાં આવે છે. તેમજ કેમ્પમાં બાળકોની કાળજી લેવામાં આવે છે. અહીં દરેક માતા પિતાનું પોતાના બાળકને સાહસિક બનાવવાનું સપનું પૂરું થાય છે. સવારે 6 વાગ્યે ઉઠયા બાદ તાલીમનો પ્રારંભ થાય છે. સતત 3 કલાક ખડક ચઢાણ કરવાનું હોય છે.

સવારે 6 વાગ્યે ઉઠવાનું, 3 કલાક ખડક ચઢાણ

સમગ્ર કેમ્પ 8 થી 13 વર્ષના બાળકો માટે યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોની દિનચર્યા સવારે 6:00 વાગ્યાથી શરૂ થાય છે. સવારે 6 વાગ્યે જાગ્યા બાદ 6:30 વાગ્યે બાળકોને ચા આપવામાં આવે છે. ત્યાર બાદ 6: 45 એ એકઠા થઈ 7 વાગ્યાથી તેમની પીટી તાલીમ શરૂ થઈ જાય છે. પીટી તાલીમ બાદ 7: 15 વાગ્યે તાલીમ એરિયામાં રોક ક્લાઇમ્બિંગ તથા રીપ્લેયિંગ માટે લઈ જવામાં આવે છે. ત્યાં સતત 3 કલાક સુધી ખડક ચઢાણ અને ઉતરાણની તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ કેમ્પ પર પરત ફરી અને બૌદ્ધિક ક્લાસ, સાધનોની જાણકારી , અલગ અલગ પ્રકારે ચઢાણની તાલીમ સહિત જાણકારી આપવામાં આવે છે. સતત સાત દિવસ સુધી ચાલતી આ તાલીમમાં બાળક ખૂબ જ સાહસિક બને છે અને નિયમબદ્ધ બનવા માટે પ્રેરાય છે.

મોબાઈલના યુગમાં બાળકો માટે આશીર્વાદરૂપ કેમ્પ

કોરોનાકાળ બાદ મોબાઈલનું વળગણ બાળકોને ખૂબ જ વધ્યું છે.બાળકોને મોબાઈલની લત લાગ્યા બાદ તેની લત છોડાવવી માતા-પિતા માટે પણ ક્યારેક કઠિન બની જતું હોય છે.ત્યારે આવા સાહસિક કેમ્પોમાં જ્યારે બાળક લાભ લે છે ત્યારે પોતે સાહસિક વિચારવાળું બને છે અને સતત સાત દિવસ સુધી જંગલ વિસ્તારમાં મોબાઈલ સહિતની વસ્તુઓથી દૂર રહીને સાહસિક જીવન જીવવા તરફ પ્રેરાય છે.



અહીં બાળકોની હોય છે પુરી સેફટી

કેમ્પમાં બાળકોની ખૂબ જ ચોકસાઈપૂર્વક કાળજી લેવામાં આવે છે. કોઈ પણ પ્રકારની બાળકોને જાનહાની ન થાય તે માટે પણ સતત એક ટીમ હાજર રહે છે અને સંપૂર્ણ પણે બાળકની કાળજી લે છે.દરેક બાળકને આ પ્રકારે તાલીમ આપવામાં આવે તો બાળપણથી જ સાહસિક ગુણો બાળકોમાં ખીલી શકે છે.



સાત દિવસ તાલીમ અને સર્ટિફિકેટ મળે છે

સાત દિવસ તાલીમ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. અહીં કેમ્પમાં ભાગ લેવા માટે જો સંપૂર્ણ પણે સરકાર સ્પોન્સર બની હોય તો કોઈ પણ પ્રકારનો ખર્ચ આપવાનો થતો નથી. પરંતુ જો સરકાર સ્પોન્સર ન હોય તો ફક્ત જમવાનો ખર્ચ જ આપવાનો રહે છે. આ જગ્યાએ ફક્ત બાળકોને જ નહીં પરંતુ સૌ કોઈ બેઝિક તાલીમનો કોર્સ આ જગ્યાએ કરી શકે છે.



અકસ્માતનું પણ છે રક્ષણ કવચ

અહીં દરેક તાલીમાર્થીને આકસ્મિક રક્ષણ કવચ પણ પૂરું પાડવામાં આવે છે. જેમાં મૃત્યુના કિસ્સામાં પરિવારને એક લાખ સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ સાથે જે તે જગ્યાએ તાલીમ વખતે પ્રાથમિક સારવાર તો સ્થળ પર મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોય છે.

તમે પણ કરી શકો સંપર્ક

તમે પણ આ કેમ્પમાં ભાગ લેવા ઇચ્છો છો તો આ જગ્યાએ તમે સંપર્ક કરી શકો છો. facebook Page : SVIM Administration પર તથા સંપર્ક નંબર : 0285 2627228 પર તમે ભવિષ્યના આવનારા કેમ્પના ફોર્મ તથા સમયગાળો પણ જાણી શકો છો.
First published:

Tags: Girnar, Junagadha, Local 18