Home /News /junagadh /Car stuck in well જૂનાગઢ: ઊંડા કૂવામાં કાર ખાબકી, 6 કલાક રેસ્ક્યૂ કરી બે યુવાનોના મૃતદેહ કઢાયા

Car stuck in well જૂનાગઢ: ઊંડા કૂવામાં કાર ખાબકી, 6 કલાક રેસ્ક્યૂ કરી બે યુવાનોના મૃતદેહ કઢાયા

કોડીનાર ના ફાચરિયા ગામ નજીક એક કાર કૂવામાં ખાબકી

Junagadh Car stuck in well: કોડીનારમાં કાર કૂવામાં ખાબકી. કારમાં સવાર બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા. કારચાલકે કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઇ હતી.

જૂનાગઢ: કોડીનારમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કાર કૂવામાં ખાબકી (Car stuck in well) ગઇ હોવાની ઘટના બની છે. આખી કાર જ ઊંડા કૂવામાં ખાબકી ગઇ હતી, જ્યારે આ કારમાં બે યુવાનો સવાર હતા. જેમના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડી સવાર સુધી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી કૂવામાં ખાબકેલી કાર અને બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

સવારે 4 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું

ગઇકાલે રાત્રે કોડીનારના ફાચરિયા ગામ નજીક કાર કૂવામાં ખાબકી હતી. કારચાલકે કાબુ ગુમાવતા કાર કૂવામાં પડી હતી. કારમાં સવાર યુવાનોના કરૂણ મોત નિપજ્યા છે. કારને બહાર કાઢવા સવારે 4 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કારમાં 2 યુવાનો સવાર હતા. જ્યારે આ ઘટના રાત્રે 10 કલાકે બની હતી. ફાચરિયા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે કાર કૂવામાં ખાબકી હતી.


આ પણ વાંચો: લીંબડી-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ પલટી મારી, 20થી વધુ પેસેન્જર્સ હતા સવાર

મૃતદેહ વડનગર ગામના યુવાનો હોવાનું બહાર આવ્યું

મળતી માહિતી અનુસાર, કારચાલકે કાબુ ગુમાવતાં કાર ઊંડા કૂવામાં ખાબકી હતી. કારને કૂવાની બહાર કાઢવા માટે સવારે 4 કલાક સુધી રેસ્ક્યુ ચાલ્યું હતું. જ્યારે કુવામાંથી 2 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહ વડનગર ગામના યુવાનો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Accident News, Gujarat News, Junagadh news