Home /News /junagadh /જૂનાગઢ: રમતાં રમતાં 4 વર્ષનો અભય અને 3 વર્ષની રાધિકા કૂવામાં પડી ગયા, બંનેનાં મોત

જૂનાગઢ: રમતાં રમતાં 4 વર્ષનો અભય અને 3 વર્ષની રાધિકા કૂવામાં પડી ગયા, બંનેનાં મોત

પ્રતિકાત્મક તસવીર

શુક્રવારે ગાંધીગ્રામ સંજયનગર વિસ્તારમાં બે બાળકો કૂવામાં પડી ગયા હતા. જેથી બંને બાળકોના મોત નીપજ્યા છે.

    જૂનાગઢ : જૂનાગઢના ગાંધીગ્રામ સંજયનગર વિસ્તારમાં એક જ પરિવારના બે બાળકો કૂવામાં પડી જતા તેમના મોત નીપજ્યા છે. આ ગોઝારા અકસ્માતને કારણે આખા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. એક જ પરિવારનો ચાર વર્ષનો દીકરો અને ત્રણ વર્ષની દીકરી, એમ બે બાળકો ડૂબી જતા મોત નીપજ્યા છે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે ગાંધીગ્રામ સંજયનગર વિસ્તારમાં બે બાળકો કૂવામાં પડી ગયા હતા. જેથી બંને બાળકોના મોત નીપજ્યા છે. અભય આલાભાઈ રાડા (ઉ.વ. 4) અને રાધિકા આલાભાઈ રાડાનું (ઉ.વ. 3) કૂવામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું છે. ભાઇ બહેનનું એક સાથે જ મોત થતા માતાપિતાના માથે જાણે આભ ફાટ્યું છે. આખા પરિવારમાં રોકકળ ચાલી રહી છે.

    અમદાવાદના નેતા ફસાયા

    રાજ્યમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અજાણી સુંદર યુવતીઓ સાથે ચેટિંગ કરવાનું નેતાને ભારે પડ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, જમીન પર કામ કરતા નેતાને સોશિયલ મીડિયામાં અજાણી યુવતીઓ સાથે વાતો કરવાની ટેવ ભારે પડી છે. નેતા જ્યારે અજાણી યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા ત્યારે યુવતીએ અચાનક જ તેના કપડા ઉતારી દીધા હતા અને એ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. જે બાદ આ વીડિયો બતાવીને બ્લેકમેઇલ કરીને પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી. નેતાએ પોતાની શાખ બચાવવા માટે યુવતીને રૂપિયા આપી દીધા હતા પરંતુ અન્ય એક યુવતીએ પોર્ન વીડિયો બનાવીને નેતાને ફરીથી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ નેતાએ તપાસ કરાવતા આ ઘટનામાં હરિયાણાની મેવાતી ગેંગ હોવાની વાત સામે આવી હતી. (આ સંપૂર્ણ સમાચાર માટે અહીં કરો ક્લિક)

    નવરાત્રીમાં વરસાદ

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन