Home /News /junagadh /ખાંડ અને કેરોસીનને કારણે જૂનાગઢ શિવરાત્રીનો મેળો થયો હતો રદ, જાણો આ 5 વર્ષ ન યોજાયો મેળો

ખાંડ અને કેરોસીનને કારણે જૂનાગઢ શિવરાત્રીનો મેળો થયો હતો રદ, જાણો આ 5 વર્ષ ન યોજાયો મેળો

junagadh shivratri 2023

જૂનાગઢમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ દ્વારા મહાશિવરાત્રીના ઉત્સવ અને મેળાની શરૂઆત કરવાની ધાર્મિક માન્યતા અને પુરાવા આજે પણ મહાભારતમાં જોવા મળે છે. ત્યારે જણાવી દઈએ કે, જૂનાગઢના નવાબ અને તે સમયના શાસકોએ ઈતિહાસમાં સતત 5 વખત આ મેળો બંધ રાખવો પડ્યો હતો, જેના પુરાવા આજે પણ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.

વધુ જુઓ ...
જૂનાગઢ: મહાશિવરાત્રીના તહેવારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ મહાપર્વ પર જૂનાગઢની ભવનાથની તળેટીમાં દર વર્ષે શિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન થાય છે. આ મેળામાં દેશ અને દુનિયામાંથી ભાવિભક્તો દર્શન કરવા માટે આવે છે. જણાવી દઈએ કે કે, ભવનાથમાં અનાદિ કાળથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: માત્ર બીલીપત્ર અને લોટા પાણીથી પણ પ્રસન્ન થાય છે ભોલેનાથ, જાણો શિવપુરાણની આ વાર્તા

જૂનાગઢમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ દ્વારા મહાશિવરાત્રીના ઉત્સવ અને મેળાની શરૂઆત કરવાની ધાર્મિક માન્યતા અને પુરાવા આજે પણ મહાભારતમાં જોવા મળે છે. ત્યારે જણાવી દઈએ કે, જૂનાગઢના નવાબ અને તે સમયના શાસકોએ ઈતિહાસમાં સતત 5 વખત આ મેળો બંધ રાખવો પડ્યો હતો, જેના પુરાવા આજે પણ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.

આ કારણે ન યોજાયો મેળો

1944-45 અને 1946માં સતત 3 વર્ષ અને 2021 અને 2022માં આ મેળો કોરોનાને કારણે બંધ કરવો પડ્યો હતો. જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજાએ વર્ષ 1944માં સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધમાં ડૂબી ગયું હતું, ત્યારે તેને ધ્યાનમાં રાખીને મેળો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. દસ્તુર અલ-અકીલમાં પણ તેની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 1945માં શીતળા નામની મહામારીએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે મેળામાં શીતળાની વધુ અસર ન ફેલાય તે માટે અને ભગવાન શિવના કોઈ ભક્ત શીતળા નામના રોગનો ભોગ ન બને તે બાબતને ધ્યાને રાખી આરોગ્ય અને સલામતીના આધારે મેળો બંધ રાખવો પડ્યો હતો.

આ પણ વાંચો:  સૂર્યનું કુંભ રાશિમાં ગોચર, આ 4 રાશિના જાતકો પર આવશે મુશ્કેલી

1946માં પણ તે સમયના શાસકોએ મેળાનું આયોજન કરવામાં અસમર્થતા દર્શાવી હતી, આથ આ વર્ષમાં મેળો કરવામાં આવ્યો ન હતો. વર્ષ 1946 માં શાસકોએ એક વટહુકમ બહાર પાડ્યો હતો, જેમાં તમામ યાત્રાળુઓ અને શિવ ભક્તોને તેમની સાથે ખાંડ અને કેરોસીન લાવવું ફરજીયાત હતું. આથી, તત્કાલીન શાસકોએ વર્ષ 1946માં ખાંડ અને કેરોસીન પુરવઠામાં અછત હોવાને કારણે 1946નો મહાશિવરાત્રી મેળો પણ રદ કર્યો હતો.



2021 અને 22માં કોરોનાને કારણે મેળો રદ કરવામાં આવ્યો હતો. શિવરાત્રિના ઈતિહાસમાં અનિવાર્ય કારણોસર સતત 3 વર્ષ સુધી મેળો બંધ રહ્યા બાદ ફરી વર્ષ 2021 અને 2022માં કોરોના બાદ મહાશિવરાત્રીનો મેળો 2 વર્ષ બંધ રહ્યો હતો. વિશ્વના તમામ દેશોમાં કોરોનાએ સતત 2 વર્ષ સુધી વિનાશ વેર્યો હતો, પરંતુ ધાર્મિક પરંપરા મુજબ મેળાને પ્રતીકાત્મક રીતે મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં મેળાના આયોજન અને અહી થનારી સેવાકીય કામગીરી બાબતે સરકાર માત્ર એક એજન્સી પુરતી સીમિત છે અને અહી આવનારી સામાજીક સંસ્થાઓ મેળાનું સમગ્ર સંચાલન, ઉતરા મંડળ અને તમામ સુવિધાઓ સંભાળી રહી છે. માત્ર સુરક્ષા અને અન્ય જરૂરિયાતો સરકાર અથવા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે.
First published:

Tags: Junagadh news, Mahashivratri, Shivratri