જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કુલ પાંચ વિભાગની પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 80 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.8 દિવસ ચાલેલી પરીક્ષામાં 77 કોપી કેસ થયા છે.
Ashish Parmar ,Junagadh: જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિવિધ વિષયોની તથા વિવિધ વિભાગોની પરીક્ષા ચાલી રહી છે.બી.એ.,બીએ હોમ સાયન્સ, બીકોમ ,બીબીએ, બીઆરએલ સહિતની વિભાગોની સેમેસ્ટર ત્રણની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાના આજે અંતિમ દિવસ હતો. કુલ આઠ દિવસ પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા કુલ 80 કેન્દ્ર પર યોજવામાં આવી હતી. 80 કેન્દ્ર પર યોજાયેલી પરીક્ષામાં કુલ 77 કોપી કેસ નોંધાયા હતા.
નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ચાર જિલ્લાનું સંચાલન કરવામાં આવે છે,જેમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વડપણ હેઠળની કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે.
જુદા જુદા પાંચ વિભાગની હતી પરીક્ષા
નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કુલ પાંચ વિભાગની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 80 કેન્દ્રો પર આ પરીક્ષા યોજવામાં આવી હતી. આ યોજાયેલી પરીક્ષામાં કુલ 28,431 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જુદાજુદા વિભાગોમાં BA , BA (હોમ સાયન્સ) , B.com , BBA , BRL ના વિભાગોની પરીક્ષા લેવામાં આવી હતી.
આ રીતે નોંધાયા કોપીકેસ
પરીક્ષામાં બીજા દિવસે 20 કોપી કેસ ,ચોથા દિવસે 5 કોપી કેસ, પાંચમા દિવસે 29 કોપી કેસ, છઠ્ઠા દિવસે 7 કોપી કેસ ,સાતમા દિવસે 9 કોપી કેસ,આ સાથે વધુમાં 7 બીજા કોપી કેસ નોંધાતા 77 કોપી કેસ નોંધાયા છે.સેમેસ્ટર ત્રણની વિવિધ વિભાગોની પરીક્ષાની પુર્ણાહુતિ થઈ છે, ત્યારે 9 નવેમ્બરથી શરૂ થયેલી આ પરીક્ષા કુલ 80 કેન્દ્ર પર યોજવામાં આવી હતી. જ્યાં 77 કોપી કેસ નોંધાતા,હવે આ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા શુદ્ધિકરણ સમિતિ સમક્ષ બોલાવવામાં આવશે તથા તેમની સજા રૂપ યોગ્ય પગલા નક્કી કરવામાં આવશે.