જૂનાગઢમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રજાનો દિવસ ન હોવા છતા સાંજ સુધીમાં 10,000 થી વધુ લોકોએ આયુષ મેળાનો લાભ લીધો હતો. તેમજ અહીં જુદી જુદી પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.
Ashish Parmar, Junagadh: માનવીના જીવનમાં આયુર્વેદનું અલગ મહાત્મય છે. જૂનાગઢમાં આયુષ મેળાનું આયોજન થયું હતું. જેમાં એક દિવસમાં 10,000 થી વધુ લોકોએ આયુષ મેળાની મુલાકાત લીધી હતી. આ આયુષ મેળાનો સમય સવારે 10 થી સાંજે 7 સુધીનો હતો.તેમજ રજાનો દિવસ ન હતો છતા સાંજ સુધીમાં 10,000 થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી અને આયુર્વેદ વિશે જાણકારી મેળવી હતી.
લોકોએ સ્થળ પર જ લીધી સારવાર
આયુર્વેદ પ્રત્યે લોકોની જાગૃતિ હવે વધી રહી છે કેમિકલ યુક્ત દવાઓ કરતાં આયુર્વેદિક દવા વધુ અસરકારક નિવડે છે. લોકોની પોતાની બીમારીમાંથી બહાર આવવા માટે આયુર્વેદિક ઉપચારનો સહારો લીધો છે.
ત્યારે આજે અલગ અલગ પ્રકારની સર્જરી, ગાયનેક, પોષણ, બાળ રોગ, વૃદ્ધો માટે , શ્વાસના રોગ માટે, પેટના રોગ માટે, ચામડીના રોગ માટે, આંખના રોગ માટે એમ મળીને કુલ 14 પ્રકારની અલગ અલગ ઓપીડીનું આયોજન કરાયું હતું, જેમાં મોટા ભાગે લોકોએ આયુર્વેદિક ઉપચારનો લાભ લીધો હતો.
અલગ અલગ પ્રકારની એક્ટિવિટીમાં લોકોને મજા આવી
આ આયુષ મેળામાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી જેવી કે યોગ એક્ટિવિટીમાં 225 સ્પર્ધકોએ , તંદુરસ્ત બાળ સ્પર્ધામાં 60 બાળકોએ ,
તંદુરસ્ત વૃદ્ધ સ્પર્ધામાં 25 વૃદ્ધોએ તથા આયુર્વેદિક વાનગીની સ્પર્ધામાં 60 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
અલગ અલગ સંસ્થા જોડાઈ
આ આયુષ મેળામાં આયુર્વેદિક કોલેજ , આયુર્વેદિક શાળા , તથા નોબલ કોલેજ , જિલ્લા પંચાયત ICDS , તથા કોર્પોરેશન ICDS ના કર્મચારીઓ જોડાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર