Home /News /junagadh /Junagadh : રહેણાંક મકાનમાં દેખાયો દીપડો, સ્થાનિકોના જીવ અધ્ધર,જુઓ Video

Junagadh : રહેણાંક મકાનમાં દેખાયો દીપડો, સ્થાનિકોના જીવ અધ્ધર,જુઓ Video

X
સોસાયટીમાં

સોસાયટીમાં જોવા મળ્યો દીપડો

જૂનાગઢ શારેમાં વધુ એક વખત દીપડાએ દેખા દીધા હતા. રહેણાંક મકાનમાંથી દીપડો બહાર આવતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ વિસ્તારમાં વારંવાર દીપડો આવી જતો હોય લોકોમાં ભયનો માહોલ છે.

Ashish Parmar,Junagadh : જૂનાગઢમાં શહેરી વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ આવી ચડતા હોય છે. વન્ય પ્રાણીઓ આવવાની ઘટના શહેરમાં પ્રથમ વખત નથી બની, પરંતુ શહેરના જુદા જુદા વિસ્તારમાં સિંહ તથા દીપડાઓ અનેક વખત જોવા મળ્યા છે,ત્યારે વધુ એક વખત શહેરની કરીમાબાદ સોસાયટીમાં દીપડો આવી ચડ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

રહેણાંક મકાનથી દીપડો નીકળતો દેખાયો

સવારના લગભગ સાડા પાંચ વાગ્યાના સમયે દીપડો આવી ચડતા હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.એક રાહદારીએ દીપડો જોયો હતો. આ સમગ્ર હકીકતનો તાગ મેળવવા માટે તેમણે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી કેમેરામાં દીપડો હોવાની વાત સ્પષ્ટ થઈ હતી, એક રહેણાંક મકાનની અંદરથી દીપડો નીકળતો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો.

અહીં અગાઉ પણ આવી ચડ્યો હતો દીપડો

આ સોસાયટીમાં દીપડો આવવાની ઘટના પ્રથમ વખત નથી બની. પરંતુ આ પહેલા પણ અનેક વખત આ સોસાયટીમાં દીપડો આવી ચડ્યો છે. ત્યારે ફરી એક વખત દીપડાએ સોસાયટીમાં દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
First published:

Tags: Gir Forest, Junagadha, Leopard, Local 18