Home /News /junagadh /Junagadh : અહીં હિન્દુ-મુસ્લિમ બાળાઓ કરે છે ગરબા, દરગાહે શ્રીફળ વધેર્યા બાદ દીકરીઓ રમે છે ગરબે

Junagadh : અહીં હિન્દુ-મુસ્લિમ બાળાઓ કરે છે ગરબા, દરગાહે શ્રીફળ વધેર્યા બાદ દીકરીઓ રમે છે ગરબે

જુનાગઢના

જુનાગઢના પ્રખ્યાત નરસિંહ મહેતાના ચોરાની ગરબી

જુનાગઢ નું ચામુંડા ગરબી મંડળ એક એવું મંડળ છે કે જેમાં હિન્દુ મુસ્લિમ સૌ બાળાઓ સાથે મળીને એક જ મંચ પર રાસ ગરબા રમે છે.

    ASHISH PARMAR JUNAGADH : આપણે કોમી એકતા ના કિસ્સા ઘણી જગ્યાએ જોયા , જેમાં રક્ષાબંધન પર્વ પર હિન્દુ બહેન તેના મુસ્લિમ ભાઈ ને રાખડી બાંધે છે , ગણેશ સ્થાપના સમયે એક મુસ્લિમ ભાઈ પોતે પોતાના ઘરે માતાજીનું મઢ સ્થાપિત કર્યું છે અને દર વર્ષે ગણપતિ બાપાનું પણ સ્થાપન કરે છે અને હવે માતાની આરાધના નું પર્વ એટલે કે નવરાત્રી ત્યારે સૌ કોઈ માતાની આરાધના માં લીન થઈ જતાં હોય છે , જુનાગઢ નું ચામુંડા ગરબી મંડળ એક એવું મંડળ છે કે જેમાં હિન્દુ મુસ્લિમ સૌ બાળાઓ સાથે મળીને એક જ મંચ પર રાસ ગરબા રમે છે.

    ટ્રસ્ટી મંડળ સહિત દરેક જગ્યાએ કોમી એકતાનું ઉદાહરણ

    સંસ્થાના ટ્રસ્ટી રાજુભાઇએ જણાવ્યું હતું કે , આ સંસ્થામાં કામ કરતાં ટ્રસ્ટી , અમારા સાથી મિત્રો સહિતના પણ અમે હિન્દુ મુસ્લિમ છીએ , ત્યાં સુધી કે હાલ માં અમારા કાર્યક્રમમાં સંગીત ના શૂર રેલાવનાર અમુક કલાકારો પણ મુસ્લિમ બિરાદર માંથી આવે છે.

    છેલ્લા 60 વર્ષથી થાય છે અહી પ્રાચીન ગરબા

    છેલ્લા 60 વર્ષથી અહીં પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અહી નો ભુવા રાસ ખૂબ જ પ્રચલિત છે.હજારો ની સંખ્યા માં માનવ મહેરામણ અહી રાસ ગરબા જોવા માટે દૂર દૂર થી ઉમટી પડે છે , અહી હાલ માં કુલ 70 બાળાઓ રાસ ગરબા રમી રહી છે જેમાં 35 બાળાઓ હિન્દુ અને 35 બાળાઓ મુસ્લિમ છે. અહી ભાગ લેનાર દરેક દીકરીઓ સામાન્ય પરિવાર માંથી આવે છે .મોટા ભાગની દીકરીઓ સવાર થી સાંજ સુધી કામ પર જાય છે અને ત્યાર બાદ સાંજે ગરબામાં જોડાય છે.

    દરગાહે શ્રીફળ વધેરી અને થાય છે કામની શરૂઆત ના શ્રી ગણેશ

    નવરાત્રીની તૈયારીઓ શરૂ કરતાં પહેલા મતલબ કે કોઈ પણ બાળાનું નામ નોંધાતા પહેલા અહી નરસિંહ મહેતાના ચોરા નજીક આવેલ દરગાહ ખાતે એક શ્રીફળ વધેરવામાં આવે છે. અહી શ્રીફળ વધેરી દીધા બાદ જ નવરાત્રી ને લગતા કામ નું શ્રી ગણેશ કરવામાં આવે છે. જે માન્યતા વર્ષો થી ચાલી આવી રહી છે.

    જૂનાગઢ શહેરની પ્રખ્યાત એવી નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાતી ગરબીમાં હિન્દુ - મુસ્લિમ બાળાઓનાં વિશિષ્ટ પ્રકારનાં ભકિતભાવ પૂર્વકનાં રાસ ગરબા નિહાળવા એ અનન્ય લ્હાવો છે અને બાળાઓનાં રાસ નિહાળી ઉપસ્થિત જન સમુદાય ભકિતભાવમાં ગરકાવ બની જતા હોય છે. શકિતની આરાધનાના પર્વ ઉત્સાહભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે . જૂનાગઢ શહેરમાં સુપ્રસિદ્ધ એવા નરસિંહ મહેતા ચોરા પાસે છેલ્લા 60 વર્ષથી થતી ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા રાસ - ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ગરબા નિહાળવા લોકોને આવવા ટ્રસ્ટી મંડળ દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Navratri, Navratri 2022, જૂનાગઢ, મુસ્લિમ, હિન્દુ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन