જૂનાગઢની વોકિંગ ક્લબ દ્વારા દ્વારકા સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું આજે પ્રસ્થાન થયું હતું. યાત્રા 225 કિમી અંતર કાપી દ્વારકા પહોંચશે. રસ્તામાં લોકોને ધાબળા અને અડદિયાનું વિતરણ કરવામાં આવશે.
Ashish Parmar, Junagadh: જૂનાગઢની વોકિંગ ક્લબ દ્વારા શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના અભિગમ સાથે એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢના 100 લોકો જોડાયા હતા. આજે સવારે 225 કિમીની સાયકલ યાત્રા લઈને જૂનાગઢ થી રવાના થઇ હતી અને દ્વારકા પહોંચશે.
ધારાસભ્ય સાયકલ લઈ પહોંચ્યા, કરાવ્યું પ્રસ્થાન
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ આજે સવારે સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. સાયકલોથોનમાં જતા લોકોનો ઉત્સાહ વધારવા માટે ધારાસભ્ય ખુદ પણ સાયકલ પર સવાર થઈને આવ્યા હતા અને લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સાથે લીલી ઝંડી આપી હતી.
જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત આટલી લાંબી યોજાયેલી આ સાયકલ યાત્રામાં જરૂરિયાતવાળા લોકોને ધાબડા અને અડદિયાનું વિતરણ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા શહેરી વિસ્તારમાં પણ જરૂરિયાત મંદ લોકોને ધાબળા તેમજ અડદિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે ફરીથી જે રૂટ પરથી આ ક્લબના લોકો સાયકલ લઈને પસાર થશે તે સમગ્ર રૂટ પર આવતા જરૂરીયાતમંદ લોકોને આવરી લેવાશે.
ઉપરાંત મહત્વની વાત કરીએ તો આ સાયકલ યાત્રા દરમિયાન વોકિંગ ક્લબ દ્વારા શારીરિક ફિટનેસ પર્યાવરણ બચાવો અને શક્ય હોય તેટલું ઓછું પ્રદૂષણ થાય તેવા મુદ્દાઓને ધ્યાને લઈ લોકોને જાગૃતિ માટે આ યાત્રા યોજાઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર