Home /News /junagadh /Junagadh: કોર્ટમાં પણ ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

Junagadh: કોર્ટમાં પણ ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

કાર્યક્રમમાં જિલ્લા ન્યાયાલય ના દરેક લોકો ઉપસ્થિત રહ્યા હતા

જુનાગઢ જિલ્લા કોર્ટના પરિસરમાં ભારતીય બંધારણ દિવસની ઉજવણી થઈ જેમાં વકીલો તથા ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.

  • Hyperlocal
  • Last Updated :
  • Junagadh, India
    Ashish Parmar Junagadh : ભારતીય બંધારણ દિવસ. આ દિવસની  જૂનાગઢ જિલ્લા કોર્ટમાં ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા કોર્ટના પરિસરમાં જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ રોહન કે ચૂડાવાલા ની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લા ન્યાયાલયની સાથે તાલુકા કક્ષાએ પણ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વંથલી ભેસાણ માળીયાહાટીના સહિતના તાલુકામાં આવેલી કોર્ટમાં પણ ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.


    આ છે ઇતિહાસ


    ભારતમાં દર વર્ષે 26 નવેમ્બર ભારતના બંધારણને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે છે . 26 નવેમ્બર 1949ના રોજ , ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને અપનાવ્યું અને તે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. ભારત સરકારે એક ગેઝેટ નોટિફિકેશન દ્વારા 19 નવેમ્બર 2015 ના રોજ 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઑક્ટોબર 2015 ના રોજ મુંબઈમાં બી.આર.આંબેડકરની સમાનતાના સ્મારકનો શિલાન્યાસ કરતી વખતે આ ઘોષણા કરી હતી .

    2021નું વર્ષ આંબેડકરની 131મી જન્મજયંતિ હતી, જેમણે બંધારણ સભાની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા કરી હતી અને બંધારણના મુસદ્દામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અગાઉ આ દિવસ કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. પરંતુ ત્યારબાદ 26 નવેમ્બરની પસંદગી બંધારણનું મહત્વ ફેલાવવા અને આંબેડકરના વિચારો અને વિચારો ફેલાવવા માટે કરવામાં આવી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, જૂનાગઢ

    विज्ञापन
    विज्ञापन