ઇન્ડિયન - કેનેડિયન મધર રિદ્ધિબેને શિક્ષક તરીકે ફરજ બજાવી
રિધ્ધીબેને સાડા છ વર્ષ જેટલો સમય ગણિત,વિજ્ઞાન શિક્ષક તરીકે જુદા જુદા જિલ્લાઓમાં કામગીરી કરી છે. તેમણે વિવિધ વય કક્ષાના બાળકો સાથે વિષયને સહલગ્ન વાર્તાઓ આપી છે. તેમનું કહેવું છે કે, બાળવાર્તાએ માત્ર શબ્દરૂપે કહેવાતી વાર્તા નથી. પરંતુ જીવનના દ્રષ્ટાંતો આપવા માટેની સીડી છે. જે સરળ સ્વરૂપે બાળપણમાં માનવ ઘડતર કરે છે. બાળકને યોગ્ય સમયે વાર્તાનું જ્ઞાન આપવામાં આવે તો ભાવિ સંઘર્ષોને સરળતાથી બાળક પાર કરી શકે છે.
એક દિવસમાં શાળામાં 28 વાર્તાનો પ્રયોગ સફળ
રિધ્ધીબેન દ્વારા જુદાજુદા જિલ્લાઓના વિવિધ વયકક્ષાના બાળકોને વિષયને સલગ્ન વાર્તાઓ સંભળાવવામાં આવે છે. જેમાં પક્ષીઓની, પ્રાણીઓની, ઉપદેશક મૂલ્ય શિક્ષણની, વ્યક્તિગત ગુણો સુધારવાની તથા આધ્યાત્મિક બાબતો ઉજાગર કરતી અનેક વાર્તાઓનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ગીજુભાઈ બધેકાની વાર્તાઓ કે જે સો વર્ષ પહેલા જેટલી વ્યવહારિક હતી, તેને સાંપ્રત સમય મુજબ ફેરફારો સાથે રજૂ કરવા માટે તેઓ પ્રયત્નશીલ છે. એક દિવસમાં શાળામાં 28 વાર્તાનો પ્રયોગ સફળતાથી તેમણે પોતાના જીવનમાં પૂર્ણ કર્યો છે.
600 બાળવાર્તાના પુસ્તકોમાંથી 3,000 એકત્ર કરી
રિધ્ધીબેને લગભગ 600 જેટલા બાળવાર્તાના પુસ્તકોમાંથી 3,000 થી વધુ વાર્તાઓ એકઠી કરી છે. હવે તેને ઓડિયો તથા વિડીયો મારફતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે, youtube બોડકાસ્ટ ઉપર રજૂ કરશે. જેમાં બાળકોની વયકક્ષા મુજબ ટપકા જોડવા, તફાવત શોધો, રંગપૂર્ણિ કરો વગેરે પ્રકારના કાર્ટૂન ચિત્રોની પીડીએફ સાથે સંલગ્ન રાખવામાં આવશે. જેમાં કાર્ટુનિસ્ટ તરીકે તેમના સહયોગી રીંકલ પટેલ કામ કરી રહ્યા છે.
રિધ્ધીબેન કેનેડાના ટોરેન્ટોમાં કાયમી નિવાસી થશે
રિધ્ધીબેન નજીકના ભવિષ્યમાં કેનેડાના ટોરેન્ટો ખાતે કાયમી નિવાસ માટે સ્થાયી થવા માટે જઈ રહ્યા છે. ત્યારે તેમની દીકરી અને ત્યાં રહેતા અન્ય ભારતીય ગુજરાતીઓના શાળા શરૂ થતા પહેલાના પાયાના ઘડતર માટે બાળકોનો મોબાઈલ પ્રત્યે સ્ક્રીન ટાઇમ ઘટાડીને બાળકોને ભારતીય મૂલ્યો શીખવવા તત્પરતા દાખવે તે માટે મહેનત કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર