Junagadh News: શિયાળાની ઋતુ આમ તો સ્ફૂર્તિદાયક ઋતુ તરીકે પણ ઓળખાય છે, લોકો આ ઋતુમાં લીલા શાકભાજી (Green Vegetables) આરોગવાનું વધુ પસંદ કરતાં હોય છે. શિયાળાની શરૂઆત સાથે બજારમાં (Vegetable Market) લીલા શાકભાજીની પણ આવક શરૂ થવા પામી છે, પરંતુ લીલા શાકભાજીના ભાવ હજુ આસમાને હોવાથી, તેની સીધી અસર ગૃહિણીઓના (Housewives)બજેટ પર જોવા મળી રહી છે. શિયાળાની ઋતુમાં પણ શાકભાજીના ભાવ એકંદરે વધારે હોવાથી, ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે.
અત્રે મહત્વનું છે કે, ગત સમયમાં પડેલા કમોસમી વરસાદથી અનેક શાકભાજી પાકોને પણ મબલખ નુકસાન થયું હતું, જેના કારણે કેટલાક શાકભાજીના ભાવ સાંભળીને, ગૃહિણીઓ તેને લેવાનું ટાળે છે. શિયાળો આવતાં જ લીલા શાકભાજીની માનગમાં વધારો જોવા મળે છે, પરંતુ શાકભાજીનો ઉતાર જ એટલો ન થયો હોવાથી, હાલ બજારમાં તેના ભાવ આસમાને ગયાં છે. મોટાભાગના શાકભાજીની કિંમત હાલ ₹80 થી ₹100 ની વચ્ચે માલુમ પડી રહ્યાં છે. જેમાં
શિયાળાની ઋતુમાં ખાસ કરીને ઊંધિયું પણ વધારે ખવાય છે, પરંતુ લીલા શાકભાજીના ભાવ સાંભળીને, ગૃહિણીઓ પોતાનું મન બદલાવી નાખે, તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શાકભાજી વહેંચતા વેપારીઓના કહેવા મુજબ; જો શાકભાજીની આવકમાં વધારો થશે તો ભાવ અવશ્યથી નિયંત્રણમાં આવશે, પરંતુ હજુ થોડા સમય સુધી ગૃહિણીઓને પોતાનું બજેટ સંભાળીને ચાલવું પડશે.
શાકભાજીના ભાવ અંગે ગૃહિણીઓના કહેવા મુજબ; હાલ શિયાળામાં લીલા શાકભાજીના ભાવ જે હોવા જોઈએ, એના કરતા વધુ છે. જેની સીધી અસર ગૃહિણીઓના દૈનિક વ્યવહાર પર થઈ રહી છે. મોંઘવારીના માર સાથે શાકભાજીના આસમાને ગયેલાં ભાવ પણ ગૃહિણીઓને ઘર કેવી રીતે ચલાવવું, તે મુશ્કેલીમાં મૂકી રહ્યાં છે.