Home /News /junagadh /Junagadh: સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ભણ્યા ચૂંટણીના પાઠ, શાળામાં સર્જાયો ચૂંટણીનો માહોલ

Junagadh: સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ભણ્યા ચૂંટણીના પાઠ, શાળામાં સર્જાયો ચૂંટણીનો માહોલ

X
બાળકોને

બાળકોને ચૂંટણી અંગે માહિતી આપવામાં આવી હતી.

વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે તે માટે જૂનાગઢની સરકારી કન્યા શાળા નંબર 4 માં વિદ્યાર્થીઓ માટે ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણીલક્ષી કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  • Hyperlocal
  • Last Updated :
  • Junagadh, India
    Ashish Parmar Junagadh : જૂનાગઢની ગિરનાર રોડ ઉપર આવેલ સરકારી કન્યા શાળા નંબર 4 માં અભ્યાસ કરતા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ચૂંટણીઓમાં કેવી રીતે પ્રક્રિયાઓ કે કામગીરી કરવામાં આવતી હોય છે અને આ ચૂંટણીઓમાં મતદાન નું શું મહત્વ હોય છે તે અંગે જાગૃતિ ફેલાવવા માટે સ્કૂલમાં બાળકો માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં શાળા દ્વારા પુઠાનુ મત કુટીર બનાવીને કઈ રીતે મતદાન કરવું, અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે સમજ આપી હતી. જેમાં વિદ્યાર્થીઓ જ પોતે ઉમેદવાર બન્યા હતા ને વિદ્યાર્થીઓ જ મતદાતા બન્યા હતા.


    આ રીતે કરાઈ ચૂંટણી કામગીરી


    શાળાના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ દ્વારા જ તમામ ચૂંટણીની કામગીરી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ જ ઉમેદવાર અને વિદ્યાર્થીઓ જ મતદાર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ શાળાની ચૂંટણીમાં ભાગ લીધો હતો અને મતદાન કર્યું હતું સાથે બીજા બાળકોએ પણ અન્ય લોકોને મતદાન કરવા અને મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. 18 વર્ષની ઉંમર પહેલા ખરેખર ચૂંટણી કેવી હોય અને મતદાન કઈ રીતે કરવામાં આવે છે તે વિશેની તમામ માહિતી આ બાળકોને આપવામાં આવતા બાળકોમાં પણ ચૂંટણી અંગે જાગૃતતા આવી હતી. આ સાથે બાળકોએ પણ અન્ય લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરશે તેવો સંકલ્પ પણ લીધો હતો.




    આ શાળાની કામગીરી રહે છે ચર્ચામાં


    આ શાળામાં શિક્ષણની સાથે અવનવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને બાળકોને ગમત સાથે જ્ઞાન આપવામાં આવે છે અહીં બાળકોના સહયોગથી કરવામાં આવતો પસ્તીદાન પ્રોજેક્ટ પણ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ પ્રોજેક્ટથી બાળકો ઘરમાં કચરો ફેંકવાના બદલે એકઠો કરવા લાગ્યા હતા. હાલમાં પણ આ પસ્તીદાન પ્રોજેક્ટ ખૂબ સરસ રીતે શાળામાં ચાલી રહ્યો છે.



    આ રીતે શાળાના વિદ્યાર્થીઓ 18 વર્ષના થશે ત્યારે કઈ રીતના મતદાન કરવું જોઈએ તે અંગેની હમણાંથી જ સમજ આપી હતી સાથે બાળકો પણ મતદાન કરવા માટે ઉત્સુક જોવા મળ્યા હતા.
    First published:

    Tags: Local 18, જૂનાગઢ

    विज्ञापन
    विज्ञापन