Ashish Parmar, Junagadh : માવઠા બાદ કેસર કેરીનાં પાકને નુકસાન થયું છે. બાદ જૂનાગઢ યાર્ડમાં કેસર કેરી આવકમાં વધારો થયો છે. તેમજ ભાવમાં ઘટાડો થયો છે. આજ યાર્ડમાં 2000થી 2500 બોકસની આવક થઇ હતી. તેમજ એક બોકસનાં 500થી 1000 રૂપિયા ભાવ રહ્યાં હતાં. એક બોકસમાં દસ કિલો કેરી આવે છે.
રોજે 2 હજાર થી 2500 બોક્સની આવક માવઠાના મારથી કેરીના પાકને નુકસાની થઈ હોવાથી કેરીના ભાવમાં સતત ઘટાડો થયો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 2000 થી 2500 બોક્સની આવક નોંધાય છે. જેની સામે 10 કિલોના બોક્સના 500 થી 1000 સુધીનો ભાવ રહ્યો હતી અને આગામી દિવસોમાં પ્રતિ દિન 5,000 થી 7000 બોક્સ ની આવક શરૂ થશે.
માવઠાનો માર ખેડૂતોને ભારે પડ્યો છેલ્લા ઘણા દિવસોથી માવઠું પડી રહ્યું છે જૂનાગઢના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે. તાલુકાઓમાં વરસાદ થી અનેક ખેડૂતોનો પાક સોંથ વળી ગયો હતો. કેટલાય વિઘામા જે આંબાનો પાક હતો આંબા પડી જવાથી ભારે નુકશાન પહોચ્યું છે.
આ વખતે રહેશે ઉંચા ભાવ આ વખતે કેરીના ખૂબ ઊંચા ભાવ રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કારણકે માવઠાના મારને લઈને ઘણી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.