Home /News /junagadh /Maha Shivratri 2023: કલેક્ટર લઇ કલાર્ક સુધીનાં અધિકારીઓ તૈયારીમાં, 13 સમિતિ રચી

Maha Shivratri 2023: કલેક્ટર લઇ કલાર્ક સુધીનાં અધિકારીઓ તૈયારીમાં, 13 સમિતિ રચી

X
ભવનાથમાં

ભવનાથમાં યોજાશે મેળો

જીવ અને શિવનું મિલન કરાવતા શિવરાત્રીનાં મેળાની તૈયારી ચાલી રહી છે. ભવનાથમાં યોજાનાર શિવરાત્રીનાં મેળાને લઇ જુદીજુદી 13 સમિતિની રચના કરવામાં આવી છે. તેમજ એસટી વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવશે.

Ashish Parmar, Junagadh :જૂનાગઢનાં ભવનાથમાં યોજાતા શિવરાત્રીનાં મેળા આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે.ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શિવરાત્રીનાં મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. તેમની સુખાકારી સુવિધા માટે તંત્ર દ્વારા સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. મેળાની તૈયારીનાં ભાગરૂપે વહિવટી તંત્ર દ્વારા જુદીજુદી 13 સમિતિની રચના કરવામાં આવી છે.

13 સમિતિઓ યોજવામાં આવી

હાલમાં મહાશિવરાત્રીનો મેળાને થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ સમગ્ર મેળાનું આયોજન કરવાની જવાબદારી જૂનાગઢ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. ત્યારે અલગ અલગ 13 સમિતિઓની રચના કરવામાં આવી છે અને હાલમાં આ મેળાના સુચારું આયોજન માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં સાધુ સંતો સાથે પણ બેઠકનું આયોજન કરી અને આવનારા ભક્તોને કોઈ પરેશાની ન થાય તે માટે ધ્યાન રાખવામાં આવશે.



અલગ અલગ પ્રકારની અનેક વ્યવસ્થાઓનું આયોજન કરાયુ

આરોગ્ય પાણી પોલીસ ટ્રાફિક ટ્રાન્સપોર્ટેશન સહિતની અનેક સુવિધાઓનું સુચારું આયોજન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે અહીં યાત્રિકોને મનોરંજન મળી રહે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.



એસટી બસ દ્વારા સુદ્રઢ વ્યવસ્થા કરવા આયોજન

જૂનાગઢ એસટી વિભાગમાં કુલ 9 ડેપોનો સમાવેશ થાય છે.મેળા દરમિયાન એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે.જૂનાગઢ ડેપોની 49, પોરબંદર ડેપોની 18, વેરાવળ ડેપોની 16 ઉપલેટા ડેપોની 18, કેશોદ ડેપોની 26, ધોરાજી ડેપોની 17, બાંટવા ડેપોની 25, માંગરોળ ડેપોની 25 અને જેતપુર ડેપોની 35 બસ આમ કુલ 279 એક્સ્ટ્રા રૂટનું સંચાલન કરવામાં આવશે.



56 મીની જુનાગઢ ભવનાથ બસ એક્સ્ટ્રા સંચાલન કરાશે

જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ જવા માટે લાખો લોકોની વેદની ઉમટી પડશે. જ્યારે જૂનાગઢ થી ભવનાથ જવા માટે 56 એક્સ્ટ્રા મીની બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
First published:

Tags: Bhavnath Junagadh, Local 18