Ashish Parmar, Junagadh: જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે અને લોકો આ મહાશિવરાત્રીના મેળામાં દૂર દૂરથી આવે છે. અનેક મહાત્માઓ પણ શિવરાત્રીના મેળામાં આવતા હોવાની પણ માન્યતા છે. ત્યારે આ ભવ્ય અને દિવ્ય શિવરાત્રીના મેળામાં અનેક આશ્રમોની પણ લોકો મુલાકાત લેતા હોય છે. ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં શંખની નર અને માદાની જોડી રાખવામાં આવી છે.એવું કહેવાય છે કે, આ જોડીના દર્શન પણ દુર્લભ છે.
ભગવાન વિષ્ણુના પણ ગણાય છે આશીર્વાદ
ભગવાન વિષ્ણુએ ચાર વસ્તુ ધારણ કરી છે. જેમાં શંખ,ચક્ર ,ગદા અને પદ્મનો સમાવેશ થાય છે.
ત્યારે ભારતી આશ્રમમાં શંખ રાખવામાં આવ્યા છે, તે જમણા શંખ કહેવાય છે અને નર માદાની જોડી છે. શંખમાં નર અને માદાની જોડી જોવી તે પણ દુર્લભ છે અને મળવા પણ દુર્લભ છે.
લેબોરેટરી કરી અને પ્રુફ થયેલું છે
જૂનાગઢ ભારતી આશ્રમના હાલના ગાદીપતિ મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુએ જણાવ્યું હતુ કે,આ શંખ બનાવટી રીતે મૂકી દેવામાં નથી આવ્યા.
પરંતુ આ શંખની ચોક્કસ રીતે એક લેબોરેટરી પણ કરવામાં આવી છે.
વિશ્વંભર ભારતી બાપુના ધ્યાન પર શંખની જોડી આવતા તેમણે શંખને પોતાના આશ્રમ ખાતે લાવી અને લોકોના દર્શન માટે મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ શંખ અતિ દુર્લભ મનાય છે અને શંખના નર માદાની જોડી જોઈ લોકો પણ ધન્યતા અનુભવે છે.