Home /News /junagadh /Junagadh: અવનવા ટેસ્ટની લસ્સી પીવી હોય તો અહીં પહોંચી જજો! આટલા પ્રકારની લસ્સી મળે

Junagadh: અવનવા ટેસ્ટની લસ્સી પીવી હોય તો અહીં પહોંચી જજો! આટલા પ્રકારની લસ્સી મળે

X
મોડર્ન

મોડર્ન લસ્સી શોપમાં વિવિધ વેરાયટીની લસ્સી મળે

1976માં જૂનાગઢ મધ્યમાં મોર્ડન લસ્સી શોપની શરૂઆત કરવામાં આવી હતી. જ્યા પહેલા સાદી લસ્સી મળતી હતી.સમયના સાથે લસ્સીમાં વેરાયટીઓ લાવવામાં આવી પણ દૂકાનમાં મળતી લસ્સીનો ટેસ્ટ આજે પણ 46 વર્ષથી એકજ જેવો છે. જેના કારણે અહી ગ્રાહકોની લાંબી લાઈનો લાગે છે.

વધુ જુઓ ...
Ashish Parmar Junagadh: લસ્સીનું નામ પડે એટલે તરતજ મોઢામાં પાણી આવી જાય.ત્યારે જૂનાગઢમાં છેલ્લા 47 વર્ષથી એક સ્થળે મળતી લસ્સી પીવા લોકો દૂર દૂરથી આવે છે.જૂનાગઢની મોડર્ન લસ્સી શોપમાં વિવિધ વેરાયટીની લસ્સી પીવા લોકો આવે છે સાથે સાથે અહીં મળતી પેટીસ નાસ્તા માટે લોકોની પહેલી પસંદ છે. મોર્ડન લસ્સી શોપમાં મળતી લસ્સીનો સ્વાદ બેસ્ટ છે.

દુકાનના સંચાલક હાર્દિકભાઈ કોટેચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ છેલ્લા 47 વર્ષથી અહીં એક જ જગ્યાએ  પોતાનો ધંધો સંભાળી રહ્યા છે અને તેમનો ગ્રાહકવર્ગ અકબંધ છે. તેઓએ જણાવ્યું કે અમે સમયની સાથે અનેક ફેરફારો કર્યા છે પરંતુ અમારી અહીંની ક્વોલિટી સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરી નથી.



1976માં થઈ હતી સ્થાપના

જૂનાગઢમાં મધ્યમાં આવેલ આ લસ્સી શોપની સ્થાપના 1976માં થઈ હતી. આજે આ લસ્સી શોપને 47 વર્ષ નો સમય વીતી ગયો છે પણ અહી નો ગ્રાહક વર્ગ હજુ પણ અકબંધ રહ્યો છે. જ્યારે પણ લોકો અહી મુલાકાતે આવે છે ત્યારે અહીંની મીઠી લસ્સી અને પેટીસ નો સ્વાદ લેવાનું ચૂકતા નથી.



સમય ની સાથે ક્વોલિટી અને ફ્લેવર્સ બદલ્યા

અહી ના સંચાલક હાર્દિકભાઈ કોટેચા એ જણાવ્યું હતું કે અમે સમયની સાથે ક્વોલિટી વધુ સારી કરી છે અને હજુ પણ કરતા રહીશું. આ સાથે અમે મીઠી લસ્સીની સાથે બીજા અલગ અલગ ફ્લેવરની લસ્સી પણ શરૂ કરી છે . જેમાં પણ ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.



આટલા ફ્લેવર્સ એડ કર્યા

મીઠી લસ્સી સાથે ખારી લસ્સી અહીંની પ્રખ્યાત હતી. જેની સાથે હવે અહી મેંગો લસ્સી , પાઈનેપલ લસ્સી , સ્ટ્રોબેરી લસ્સી , બટરસ્કોચ લસ્સી , ચોકલેટ લસ્સી , કાજુ ગુલકંદ લસ્સી શરૂ કરી છે. જેમાં ગ્રાહકોને અલગ અલગ પ્રકારની આ લસ્સી પણ પસંદ પડી રહી છે.



લસ્સી ની સાથે પેટીસ અને રસ ચેવડો પણ પ્રખ્યાત

અહીંની લસ્સી ની સાથે પેટીસ અને અહી નો રસ ચેવડો પણ અહી આટલો જ પ્રખ્યાત છે. આ સાથે અહી પેંડા ની થાબડી, દુલારી સહીતની મીઠાઈ પણ ઉપલબ્ધ છે.



શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો.

આ રહ્યું અમારું મેઇલ આઇડી: ashish.parmar@news18.in

મો: 7048367314

જેમાં તમારી વિગત, સંપર્ક નંબર મોકલી આપો, અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે.
First published:

Tags: Junagadh Latest News, Local 18, Milk, Product