Home /News /junagadh /જૂનાગઢના વેપારીઓનો મહત્વપૂર્ણ નિર્ણય, તમામ વર્ગના લોકો મન ભરીને મીઠાઈનો માણશે આનંદ!

જૂનાગઢના વેપારીઓનો મહત્વપૂર્ણ નિર્ણય, તમામ વર્ગના લોકો મન ભરીને મીઠાઈનો માણશે આનંદ!

X
dashera

dashera mithai sale

દશેરાના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ત્યારે તમામ વર્ગના લોકો મન ભરીને મીઠાઈનો આનંદ માણી શકે એ માટે જૂનાગઢના મીઠાઈના વેપારીઓ દ્વારા ભાવ નહી વધારવા નિર્ણય લેવાયો

જુનાગઢ : નવરાત્રી પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે દશેરાના તહેવારને ધામધૂમથી ઉજવવા સમગ્ર ગુજરાત સહિત જૂનાગઢની બજારમાં પણ મીઠાઈનો મેળો જામ્યો છે. દશેરાના પર્વે આપણે ત્યાં મીઠાઈ આરોગવાનું અનોખું મહત્વ છે, ત્યારે સામાન્ય પરિસ્થિતિના લોકો પણ મન ભરીને મીઠાઈનો આનંદ માણી શકે, એ માટે જૂનાગઢ મીઠાઈ વેપારી એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારોમાં આવેલ તમામ મીઠાઈની દુકાનોની બહાર માંડવા નાખવામાં આવ્યા છે અને વિવિધતા ભરેલી અનેક મીઠાઈનો ખજાનો વેંચાણ માટે પાથરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘણાં પરિવારોમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવાની પરંપરા ચાલી આવતી હોય છે, ત્યારે દશેરાના દિવસે ફાફડા-જલેબીની માંગને પહોંચી વળવાની તૈયારીઓ આજે નવમા નોરતાથી જ શરૂ કરી દેવામાં આવી છે. મીઠાઈ ફરસાણના વેપારીઓએ દશેરાના 8 થી 10 દિવસ પહેલાથી જ કાચા માલનો સ્ટોક કરી રાખ્યો છે.

દશેરાના તહેવારમાં વર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરતાં મીઠાઈ-ડેરીફાર્મ એસો.ના પ્રેસિડેન્ટ જગદીશભાઈ જોબનપુત્રાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે બેસન, ઘી, તેલ, ખાંડ ડ્રાયફ્રુટ સહિતના તમામ જરૂરી કાચા માલમાં ઘણો ભાવ વધારો જોવા મળ્યો છે. બજારમાં અતિ મંદી હોવા છતાં એક ટકાનો પણ ભાવ વધારો જૂનાગઢના વેપારીઓએ કર્યો નથી. તહેવારો પૂર્વે ઠરાવ થયાં મુજબ ગયા વર્ષે જે ભાવે મીઠાઈઓ વહેંચવામાં આવી હતી, એ જ ભાવે આ વર્ષે મીઠાઈઓ વહેંચવાનો નિર્ણય એસોસિએશન સાથે જોડાયેલા તમામ વેપારીઓએ કર્યો છે.

દશેરાના તહેવારને લઈને વેપારી મંડળ દ્વારા થયેલો આ નિર્ણય ખરેખર સરાહનીય છે કારણ કે, કોરોના મહામારીમાં અનેક લોકોના વ્યવસાય-ધંધા મંદા થયાં છે, મોંઘવારી પણ વધી રહી છે, એવી પરિસ્થિતિમાં સામાન્ય કે ગરીબ વર્ગના નાનામાં નાના લોકો પણ મન ભરીને મીઠાઈ આરોગી શકે અને દશેરાના તહેવારનો આનંદ માણી શકે એ માટે જૂનાગઢ મીઠાઈ-ડેરીફાર્મ એસોસિએશન દ્વારા ચાલુ વર્ષે મીઠાઈઓમાં ભાવ વધારો ન કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. જૂનાગઢની બજારમાં હાલ રૂ.160 થી લઈને રૂ.280પ્રતિ કિલોગ્રામના ભાવે જુદાજુદા પ્રકારની મીઠાઈઓ મળી રહી છે.
First published:

Tags: Diwali 2021, Junagadh news, Navratri, Navratri 2021, Sweet

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો