Ashish Parmar, Junagadh: જો આપ સરકારી લાભો મેળવવા ઈચ્છતા હશો અને જો આપનું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તો ભૂલ્યા વગર તેને અપડેટ જરૂર કરાવી લેજો, કારણ કે સરકારી લાભો લેવા માટે દસ વર્ષ જુના આધારકાર્ડને અપડેટ કરવું જરૂરી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળોએ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જે કોઈનું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું હોય તે બધાના આધાર કાર્ડને અપડેટ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
શહેરના જુદાજુદા વિસ્તારોમાં કરવામાં આવી વ્યવસ્થા
જૂનાગઢ શહેરના જુદાજુદા વિસ્તારોમાં આધાર કાર્ડ અપડેટ માટે સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં 10 વર્ષથી જૂના આધાર કાર્ડ ને અપડેટ કરવા માટે તમારા વિસ્તારના જે તે સેન્ટર પર જઈને અપડેટ કરાવી શકશો.
આટલી જગ્યાએ શરૂ કરાય સેવા
જૂનાગઢમાં મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં આટલા વિસ્તારોમાં આધાર અપડેટ ની કામગીરીની સેવા શરૂ કરાય છે જેમાં મનપા ઓફિસ - આઝાદ ચોક, જોષીપરા ઝોનલ ઓફિસ, દોલતપરા ઝોનલ ઓફિસ, ટીંબાવાડી ઝોનલ ઓફિસ,તાલુકા સેવા સદન , જૂનાગઢ , પોસ્ટ ઓફિસ ગાંધીગ્રામ,પોસ્ટ ઓફિસ આઝાદ ચોક કે જ્યાં ફક્ત મોબાઈલ નંબર અપડેટ થશે,બીઆરસી ભવન - રામનિવાસ , સીએસસી આધાર કેન્દ્ર ઝાંઝરડા રોડ,સીએસસી આધાર કેન્દ્ર - શિખર કોમ્પ્લેક્સ કાળવા ચોક,આંગણવાડી કેન્દ્ર તાલુકા શાળા પાસે દાણાપીઠ.
આટલી લેવામાં આવશે ફી
આધારકાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ એટલે કે ફોટો 10 આંગળી અને બે આંખ માટે રૂપિયા 100 ફી દર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય અપડેટ જેવા કે નામ, સરનામું, જન્મ તારીખ, જાતિ, મોબાઈલ નંબર, ઇમેલ સહિતની અપડેટ માટે રૂપિયા 50 ફી દર નક્કી કરવામાં આવ્યો છે