કેસર કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે. કેસર કેરીને જિઓગ્રફીકલ ઇન્ડિકેશન કરાવેલી છે. તાલાલા કે ગીરનાં નામે કેસર કેરીનું વેચાણ કરી શકાતું નથી. મુંબઇમાં કેસર કેર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.
કેસર કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે. કેસર કેરીને જિઓગ્રફીકલ ઇન્ડિકેશન કરાવેલી છે. તાલાલા કે ગીરનાં નામે કેસર કેરીનું વેચાણ કરી શકાતું નથી. મુંબઇમાં કેસર કેર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.
Ashish Parmar, Junagadh : ગીરની કેસર કેરીનો રસપ્રદ ઇતિહાસ રહ્યો છે. નવાબીકાળમાં જેના મંડાણ થયા હતા એ કેસર કેરી આજે લોકોની દાઢે વળગી છે.જૂનાગઢના નવાબ મહાબત ખાન - બીજાના વખતમાં 'સાલેભાઈની આંબડી' તરીકે ઓળખાતી કેરી મહાબતખાન -ત્રીજાના વખતમાં કેવી રીતે 'કેસર'બની એની કહાની પણ કેસર જેવી જ રસાળ છે. આગળના એપિસોડમાં આપણે કેસર કેરીના નામકરણની સમગ્ર વિગત વિશે અવગત કરી ચૂક્યા છીએ. આવો જાણીએ કેસર કેરીના નામને જિઓગ્રોફીકલ ઇન્ડિકેશન અંતર્ગત કેવી રીતે માન્યતા મળી હતી.
જાણો કઈ રીતે મળી માન્યતા કેસર કેરીનાં મૂળ નવાબી કાળમાં નખાયાં હતાં. જેનો સ્વાદ દાઢે વળગ્યો છે, એ કેસર કેરી માટે જૂનાગઢના નવાબનો આભાર માનવો રહ્યો. 1850ના દાયકાથી કેસર કેરીનું વાવેતર અને વિકાસ સોરઠમાં થયો છે. સમગ્ર વિકાસ અને કેસર કેરીની ઇતિહાસની વાતો જાણી 17 ઓગષ્ટ 2009ના રોજ કેસર કેરીના જિઓગ્રોફીકલ ઇન્ડિકેશનના રજીસ્ટ્રેશન માટે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ એક અરજી કરી હતી.
શિવરાત્રીના મેળામાં કેસર કેરીની કલમો વેંચાતી જૂનાગઢના નવાબ મહંમદખાન ત્રીજાએ 25 મે 1934ના રોજ કેરીના ફળને કેસર કેરીનું નામ આપ્યું હતું. બાદમાં સૌરાષ્ટ્રના તમામ રાજ્યમાં કેસર કેરીની કલમો મોકલાવી હતી અને શિવરાત્રિના મેળા દરમિયાન ખેડૂતોને કેસર કેરીની કલમનું વિતરણ પણ કરી કેસર કેરીની જાતને લોકો ઓળખે તે માટે પ્રચાર પસાર પણ કરવામાં આવ્યો હતો.
કેરીને મળ્યું છે જિઓગ્રોફીકલ ઇન્ડિકેશન કેસર કેરીને કૃષિ યુનિવર્સિટીએ જિઓગ્રોફીકલ ઇન્ડિકેશન પણ કરાવેલી છે. જે એક પ્રકારની પેટન જેવી જ વ્યવસ્થા છે. જેથી તેને કાયદાકીય રક્ષણ મળી શકે. ગીર કેસર મેંગો નામે જીયોગ્રાફી ઇન્ડિકેટ કરાવવાથી તાલાલા કે ગીરની કેસર સિવાય કચ્છ કે વલસાડની કેરીને તાલાલા ગીરની કેરી તરીકે વેચવી એ પણ ગુનો બને છે. કેસર કેરી માટેનો લોગો પણ બની ચુક્યો છે. કેસર કેરીના 185 GI નંબર અને લોગો બનાવાયો છે.
કેસરને ઉત્તમ કેરીનુ પ્રમાણપત્ર જુના સૌરાષ્ટ્ર રાજ્યના સમયમાં 1955ના વર્ષમાં મુંબઇ ખાતે યોજાયેલ કેરી પ્રદર્શનમાં જૂનાગઢની કેસરને રજૂ કરવામાં આવી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે કાપીને ખાવાલાયક વિભાગમાં કેસરને ઉત્તમ કેરીનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. હાલ જૂનાગઢ બાગાયત ખાતાની કચેરીમાં રખાયેલો છે.