Home /News /junagadh /Maha Shivratri 2023: જંગમ સાધુઓ સંસારી પાસેથી દાન નથી લેતા, તો કોની પાસેથી લે છે?

Maha Shivratri 2023: જંગમ સાધુઓ સંસારી પાસેથી દાન નથી લેતા, તો કોની પાસેથી લે છે?

X
જંગમ

જંગમ સાધુઓનો પહેરવેશ

ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રીનાં મેળામાં જુદાજુદા અખાડાનાં સાધુ આવ્યાં છે. મેળામાં જંગમ સાધુ નજરે પડી રહ્યાં છે. જંગમ સાધુઓ ફકત સાધુ પાસેથી દાન અને દક્ષિણાગ્રહણ કરે છે.

Ashish Parmar, Junagadh: સમગ્ર ભારતમાં સાધુ સમાજમાં કુલ 13 અખાડા કાયમ છે.પણ તેમા પણ દશનામ પંથમા સાધુનો એક એવો વર્ગ છે, જે માત્ર સાધુ મહાત્મા પાસે જ દાન અને દક્ષિણા ગ્રહણ કરે છે. તેઓ કદી સંસારી પાસેથી એક પણ રૂપિયાનુ દાન સ્વિકારતા નથી.

કોણ છે આ સાધુઓ ? અને કેવી રીતે થઇ તેની ઉત્પતિ?

સાધુ સમાજમાં તેઓ જંગમ સાધુ તરીકે ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે, સદાશિવ શંકર ભગવાનનાં લગ્ન થયા ત્યારે કોઇ દાન દક્ષિણા લેવા તૈયાર ન થયુ, આથી ભગવાને તેમની જાંઘમાંથી જંગમ સાધુ પેદા કર્યા હતા.

જૂનાગઢમાં આવ્યા છે આ સાધુઓ

જુનાગઢનાં મેળામાં હાલ હરિયાણાથી જંગમ સાધુઓ આવ્યા છે. તેઓ માત્ર દશનામ અખાડાના સાધુ, સંતો પાસેથી જ દક્ષિણા લે છે અને સાથે સાથે પૃથ્વીની ઉત્પતિથી લઈ પ્રલય સુધીની તમામ સ્તુતિનું અને ભગવાન શિવની આરાધના કરે છે. ભગવાન શંકરના થાલામાંથી પણ દાન લેવાનો જંગમને અધિકાર છે.



શું છે ઉત્પત્તિનો ઇતિહાસ આવો જાણીએ

આ સંપ્રદાયની ઉત્પતિ વિશે એક એવી વાત છે કે, આ જંગમ સાધુઓની ઉત્પતિ ભગવાન શંકરની જાંઘમાંથી થઇ છે, જયારે શિવ અને પાર્વતીના વિવાહ પૂર્ણ થયા ત્યારે ભગવાન શંકરે દાન આપ્યું.



જેમાં બ્રહ્મા અને વિષ્ણુ એ આ દાન લેવા માટે ના પાડી દીધી. તેથી ત્યારે ભગવાન શંકરે પોતાની જાંઘ ચીરીને જંગમને ઉત્પન્ન કર્યો હોવાની માન્યતા છે.



સમગ્ર દેશમાં ઘૂમે છે આ સાધુઓ

આ સમુદાય આખું વર્ષ દેશના રાજ્યમાં ફરતા હોતા નથી, પરંતુ તેમની સાધના કરવા માટે પણ તેઓ પરિભ્રમણથી દુર હોય છે.



આ દરમિયાન 6 મહિના કાશ્મીરથી કન્યાકુમારી સુધી પરિભ્રમણ કરે છે અને 6 મહિના ભગવાનની પૂજા કરે છે.
First published:

Tags: Devotees, Junagadh news, Local 18, Mahashivratri