Home /News /junagadh /આપમાં જ રહીશ, હું કોઈપણ પાર્ટીમાં જોડાવાનો નથી: આપના MLA ભૂપત ભાયાણી

આપમાં જ રહીશ, હું કોઈપણ પાર્ટીમાં જોડાવાનો નથી: આપના MLA ભૂપત ભાયાણી

વાયરલ વીડિયો અંગે ભૂપત ભાયાણીએ સ્પષ્ટતા કરી છે.

AAP MLA Bhupat Bhayani: ભૂપત ભાયાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યુ કે, મારા વિશે જે ખોટો મેસેજ વાયરલ થયા છે તે મામલે સ્પષ્ટ ખુલાસો કરવા માગુ છુ. હું આપ પાર્ટીનો એક વફાદાર સૈનિક છુ.

વિસાવદર: ગુજરાતમાં શપથવિધિ પહેલા વિસાવદર AAPના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી અંગે વાત વહેતી થઇ હતી કે તેઓ ભાજપમાં જોડાઇ શકે છે. આ મામલે ભૂપત ભાયાણીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે, આપમાં જ રહીશ. હું કોઈપણ પાર્ટીમાં જોડાવાનો નથી. આમ આદમી પાર્ટીનો સૈનિક છું. વાયરલ વીડિયો અંગે ભૂપત ભાયાણીએ સ્પષ્ટતા કરી છે.

'સપનામાં પણ વિચાર્યું નથી'

ભૂપત ભાયાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યુ કે, મારા વિશે જે ખોટો મેસેજ વાયરલ થયા છે તે મામલે સ્પષ્ટ ખુલાસો કરવા માગુ છુ. હું આપ પાર્ટીનો એક વફાદાર સૈનિક છુ. જનતાએ મારા પર વિશ્વાસ મૂકી મને ભવ્ય જીત અપાવી છે. મેં લોકો કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી. આમ, ભાયાણીએ ભાજપમાં જોડાવવાની વહેતી થયેલી વાતો પર પૂર્ણવિરામ મૂક્યું છે.

આ પણ વાંચો: ભુપેન્દ્ર પટેલ લેશે મુખ્યમંત્રી પદનાં શપથ

'આ વાત અફવા છે'

ગઇકાલે આપના ધારાસભ્ય ભુપત ભાયાણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ કે, હજુ ભાજપમાં જોડાવવાનો કોઇ એવો નિર્ણય કર્યો નથી. આ વાત અફવા છે. મને પાટીલ અને પીએમ મોદીએ શુભકામના આપી છે. જેનો અર્થ એમ નથી કે હું તેમની સાથે છું. આ ઉપરાંત તેમણે જમાવ્યુ કે, મારી જનતા, ખેડૂતોને કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ. હું જોડવવાનો છું એવું હજુ સ્પષ્ટ નથી. મારે હજી મારી જનતાને મળવાનું બાકી છે. મારી જનતા જે કહેશે એ પ્રમાણે નિર્ણય કરીશ.

આ ઉપરાંત તેમણે વિજયભાઇ રૂપાણી સાથેનાં સંબંધ અંગે જણાવ્યુ હતુ કે, અમારો વિજય રૂપાણી સાથે પરિવાર જેવા સંબંધો છે. જેનો અર્થ એવો નથી કે, મને ભાજપનું સમર્થન છે. મારી જનતા કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ.
First published:

Tags: AAP Party, Gujarat News, Junagadh news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો