Home /News /junagadh /Junagadh : બપોરનાં સમયે ધોધમાર વરસાદ પડ્યો, ખેડૂતોની ચિંતામાં વધારો

Junagadh : બપોરનાં સમયે ધોધમાર વરસાદ પડ્યો, ખેડૂતોની ચિંતામાં વધારો

X
જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં કેટલા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પણ બપોરનાં મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લાનાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે પાકને નુકસાન થયું છે.

જૂનાગઢ જિલ્લામાં કેટલા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પણ બપોરનાં મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લાનાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે પાકને નુકસાન થયું છે.

    Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં ઉનાળાની શરૂઆત થતાં જ તડકો પડવાને બદલે આજે વરસાદની સવારી આવી પહોંચી હતી. હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે જૂનાગઢમાં આજે બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કમોસમી વરસાદ પડ્યો હતો.


    થોડા દિવસ પહેલા વિસાવદરમાં થયો શરૂ વરસાદ
    થોડા દિવસો પહેલા જ જૂનાગઢમાં વિસાવદર તાલુકાના ગામોમાં ધોધમાર પાંચ ઇંચ જેટલો વરસાદ તુટી પડયો હતો.

    તેમજ માળિયા હાટીના પંથકમાં ભારે વરસદા થયો હતો. ખેતરમાં ઉભો પાકને ભારે નુકસાન પહોચ્યું હતું.

    આ પણ વાંચો:  કમોસમી વરસાદનો અંત આવવાની સાથે ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી

    આટલા પાકોને પહોચી શકે નુકસાન
    વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. ત્યારે વરસાદને પગલે ઘઉં,તલ, જીરું, ચણા, એરંડા, કેરી, ચીકુના પાકને વ્યાપક નુકસાન થશે. તૈયાર પાક ઉપર વરસાદ થતા ભારે નુકસાન થયું છે.
    First published:

    Tags: Junagadh news, Local 18