Home /News /junagadh /સંત, સુરા અને સાવજોની ધરતી: જૂનાગઢની આ તસવીરો તમે નહીં જોઇ હોય!

સંત, સુરા અને સાવજોની ધરતી: જૂનાગઢની આ તસવીરો તમે નહીં જોઇ હોય!

આજના દિવસે જૂનાગઢ આઝાદ થયું હતું.

દેશ જ્યારે આઝાદ થયો ત્યારે તેની સાથે જુનાગઢ આઝાદ નહોતું થયું. જુનાગઢ 86 દિવસ મોડું આઝાદ થયું હતું . જૂનાગઢ ના નવાબે જે રીતે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ જૂનાગઢની પ્રજાએ ભારત સાથે જોડાણ નક્કી કર્યું હતું.

વધુ જુઓ ...
  Ashish Parmar Junagadh : સંત, સુરા અને સાવજોની ધરતી ગણાતા જુનાગઢનો આજે જન્મદિવસ છે, એટલે કે આજના દિવસે જૂનાગઢ આઝાદ થયું હતું. “જૂનાળામાં જાવું કે દામોકુંડ નાવું ; હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું... ” આ ગીત કાને પડતા જ જૂનાગઢી દ્રશ્યો માનસપટ પર તાજા થઈ જાય. આજનો આ દિવસ જૂનાગઢ અને તેની જનતા માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે, આજના દિવસે જૂનાગઢ આઝાદ થયું હતું. ચાલો જોઈએ આ અહેવાલમાં જૂનાગઢની આઝાદીની અનેરી વાતો.

  શું હતો ઇતિહાસ કઈ રીતે આઝાદ થયું જુનાગઢ

  15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસનમાંથી મુકત થઇ આઝાદીની પ્રથમ હવા માણી હતી.પરંતુ આ આઝાદી માત્ર જૂનાગઢવાસીઓ માટે ન હતી. કારણ કે, જૂનાગઢ સ્ટેટે ભારતમાં ભળવાનો નનૈયો ભણ્યો હતો. ભારતમાં કુલ 3 સ્ટેટ હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ એવા હતા જેમણે પાકિસ્તાનમાં પોતાનો સમાવેશ કરવાનો પક્ષ રાખ્યો હતો.  ઇતિહાસના જાણકાર હરીશ દેસાઈ એ ભૂતકાળ યાદ કરતા કહ્યું હતું કે 14 ઓગસ્ટે પાકિસ્તાનમાં જુનાગઢ ભળ્યું આનું મુખ્ય કારણ ભૂટો જે ઇન્ચાર્જ દિવાન તરીકે આવેલો એ માત્ર 182 દિવસ જુનાગઢમાં રહ્યા પરંતુ તેણે કોમવાદ ઉભો કરી અને ભોપાલ બેગમ જે નવાબના એક બેગમ હતા એની સાથે ભળી જાય અને પાકિસ્તાનમાં જવાનું નિર્ણય નવાબ પાસે લેવડાવ્યું. જેને લઇ જૂનાગઢમાંથી લોકોએ ધીમે ધીમે હિજરત કરી લીધી હતી.  જૂનાગઢને ભારત સાથે જોડવા માટે અનેક લોકો ની મહત્વની ભૂમિકા

  જૂનાગઢને પાકિસ્તાનમાં જોડવાની વાતને લઈ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં જૂનાગઢને જોડવાના અનેક પ્રયત્નો કર્યા , ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી. જેથી જૂનાગઢના લોકોએ પાકિસ્તાનમાં ભળવાનું બળવો કર્યો અને આરજી હુકુમતની સ્થાપના બાદ રાજકોટ સૈનિકો સાથે આવ્યા બાદમાં રાજકોટમાં જુનાગઢ હાઉસ એટલે હાલમાં સર્કિટ હાઉસ તરીકે ઓળખાય છે તેનો સર્વ પ્રથમ કબજો લેવામાં આવ્યો હતો.  જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે જુનાગઢ ને પાકિસ્તાનમાં જોડવાની વાતને લઈને લોકો મૂંઝાઈ ગયા હતા અને જુનાગઢ છોડી બીજા શહેરમાં જતા રહ્યા.જો કે, ભારત આઝાદ થયાનાં 85 દિવસ બાદ જૂનાગઢને પૂર્ણરૂપે આઝાદી મળી હતી. આ આઝાદી માટે આરઝી હકુમતની સ્થાપના સાથે આરઝી હકુમતના લડવૈયાઓએ જૂનાગઢમાં પ્રવેશ કરીને જુનાગઢવાસીઓને પાકિસ્તાનમાંથી મુક્તિ મેળવી હતી.  આ રીતે જુનાગઢ જોડાયું ભારત સાથે

  8 નવેમ્બરના 1947 ના દિવસે જૂનાગઢના નવાબે પાકિસ્તાનથી પોતાના રાજના દિવાનને એક તાર મોકલ્યો અને ભારતનું શરણ સ્વીકારી લેવાની અપીલ કરી, નવાબે મોકલેલો એ તાર આજે પણ દિલ્હી ખાતે આવેલા અભિલેખાગાર કચેરીમાં સાચવી રાખવામાં આવ્યો છે. 8 નવેમ્બર 1947 ના રોજ જૂનાગઢના દિવાન દ્વારા આ શરણાગતિ સ્વીકારવામાં આવી અને 9 નવેમ્બર 1947 ની સાંજના મજેવડી દરવાજામાંથી ભારતનું લશ્કર જૂનાગઢમાં પ્રવેશ્યું અને ઉપરકોટના કિલ્લા પર ઝંડો ફરકાવ્યો અને જૂનાગઢ આઝાદ થયું.  ભારતનું પ્રથમ મતદાન જૂનાગઢમાં થયું

  જૂનાગઢને ભારતમાં જોડવાની વાતને લઈને 13 નવેમ્બર ના રોજ સરદાર પટેલ જુનાગઢ આવી અને જંગી સભા યોજી હતી...કોને જૂનાગઢમાં અને કોને પાકિસ્તાન જવું છે જેને લઈને પ્રથમ વખત લોકશાહીનું મતદાન થયું જ્યારે જૂનાગઢ ભારતમાં ભળે તેવું લોકોએ બહુમત કરતા જુનાગઢ ભારતમાં જોડાયું હતું.  જુનાગઢની સ્વતંત્રતા બાદ નવો જન્મ થયો હોય તેવો માહોલ

  આઝાદીના 75 વર્ષ બાદ જૂનાગઢ 9મી નવેમ્બરે ગુલામીની જંજીર માંથી મુક્ત થયું હતું જેથી આ જુનાગઢને પોતાની સ્વતંત્રતાની ખુલ્લી હવા મળી હતી ત્યારે જૂનાગઢનો મુક્તિ દિવસ એટલે કે જુનાગઢ નો નવો જન્મ થયો તેવું પણ કહી શકાય.  આચાસંહિતાના લીધે આ વખતે ઉજવણી મોકૂફ

  આમ જૂનાગઢના આઝાદીના આજે 75 વર્ષ પૂર્ણ થયા છે અને સૌ કોઈ આઝાદીની ઉત્સાહમાં છે પરંતુ આ વર્ષે વિધાનસભાની ચૂંટણીને લઈ આચારસંહિતા હોવાથી જૂનાગઢમાં આઝાદી પર્વના એકપણ કાર્યક્રમો યોજવામાં આવ્યા નથી.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Happy Birthday, જૂનાગઢ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन