સિંહો સાથે ફોટો પડાવી શખ્સ બહાદુરી દેખાડી રહ્યો છે
અમરેલી જિલ્લામાંથી ફરી એક વખત સિંહોની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 15 દિવસ પહેલા ગેરકાયદેસર આ વિસ્તારમાં પ્રવેશ કરી અને ગાડીના બોનેટ પર બેસીને નબીરાઓ દ્વારા સિંહોની પાછળ ગાડી દોડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
AshishParmarJunagadh: રાજ્યમાં અવારનવાર સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થતો હોય છે. અને વન વિભાગ દ્વારા પજવણી કરતા લોકોની અટકાયત કરી સજા પણ આપવામાં આવે છે. છતા અમરેલી જિલ્લામાંથી ફરી એક વખત સિંહોની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જે બાદ તાત્કાલિક ઘોરણે વીડિયોમાં દેખાતા લોકોની પુષ્ટી કરી 3 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. જેમાંથી અન્ય 3 લોકો હજી સુધી પકડાયા નથી.
સિંહનું ઘર ગણાતા સાસણમાં 15 દિવસ પહેલા ગેરકાયદેસર આ વિસ્તારમાં પ્રવેશ કરી અને ગાડીના બોનેટ પર બેસીને નબીરાઓ દ્વારા સિંહોની પાછળ ગાડી દોડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો વિડિયો
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયા છે તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ તમામ શખ્સો જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રહ્યા છે. હાલ તો આ તમામ લોકો રાજસ્થાનના હોવાનું જાણવા મળી રહ્યું છે અને જેમાંથી ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવે છે. અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ જતાં તેની શોધખોળ વનવિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
સિંહ જોવા છે તો સફારી પાર્ક છે જ : સીસીએફ
જો કોઈને સિંહ જોવા છે તો સફારી પાર્ક છે જ તો આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. જો ખરેખર આપને સિંહ જોવાનો શોખ છે જ તો તમે વન વિભાગ ના નિયમો અનુસાર આપ સિંહ દર્શન કરી જ શકસો. વનવિભાગ દ્વારા સફારી પાર્કમાં અનેક સિહો જોવા મળે છે પણ સિંહ ને આ રીતે પાછળ ગાડી હંકારી અને હેરાન કરવું તે યોગ્ય નથી.
ત્રણ ઝડપાયા ; ત્રણ ફરાર
સાસણ રેન્જમાં જે લોકો સિંહ પજવણી કરી રહ્યા છે તે તમામ લોકો ને ઝડપી લેવા વનવિભાગે કવાયત હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ તમામ લોકો રાજસ્થાન ના હોવાનું વનવિભાગને માલુમ પડ્યું હતું. હાલ તો કુલ છ શખ્સો માંથી ત્રણ શખ્સોને વન વિભાગે ઝડપી લીધા છે અને બીજા ત્રણ શખ્સોને ઝડપવા માટે કવાયત હાથ ધરી છે હાલ આ ત્રણેય શખ્સોને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને વધુ તપાસ વિભાગે હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર