જૂનાગઢમાં પરિક્રમા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. ત્યારે વન્ય પ્રાણીને કોઈપણ અડચણ ન પહોંચે તે માટે વનવિભાગ સજ્જ થયું છે પરંતુ અમુક ટીખળખોરો દ્વારા કપિરાજ ને હેરાન કરવામાં આવી રહ્યા છે
Ashish Parmar Junagadh: પરિક્રમામાં યાત્રાળુંના ટોળામાંથી એક ટીખળ ખોર દ્વારા વાંદરાની પુછડી પકડી વાંદરાને કનડગત કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે ત્યારે વન વિભાગ દ્વારા પ્રકૃતિને નુકસાન ન પહોંચાડવા સૂચના આપવામાં આવે છે.
વહેતા ઝરણા, વન્ય પ્રાણી,અને પ્રકૃતિને નુકસાન ન પહોંચાડવા વન તંત્ર દ્વારા પરિક્રમા અને શરૂ થયા અગાઉ જ સૂચના આપવામાં આવે છે. છતાં પણ કેટલાક તીખડખોરો દ્વારા વન્ય પ્રાણીઓ અને પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં જાણે કે અલગ જ આનંદ આવતો હોય તેવું જોવા મળ્યું છે.
પરિક્રમામાં વન વિભાગ દ્વારા જંગલના પ્રાણીઓને કનડગત ન કરવા વન વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ પરિક્રમામાં આવનાર યાત્રાળુઓ જંગલમાં વાનરની પૂંછડી પકડી જંગલના નિયમોનું ઉલંઘન કરતો વીડિયો થયો વાયરલ થયો છે. પરિક્રમામાં આવનાર યાત્રાળુ દ્વારા પરિક્રમા રૂટ પર જતા એક યાત્રાળુઓના ટોળા માંથી એક ટીખળ ખોર દ્વારા ઝાડ પર મસ્તી કરતા વાંદરાઓને કનળગત કરવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..
વાંદરાની પૂંછડી પકડી બળજબરીથી કપિરાજને ટીખળ ખોર દ્વારા ખેંચવામાં આવી રહ્યો છે તો બીજી તરફ વાનર પણ પોતાની જાતને બચાવવા રોડ પકડી રહ્યો હોય તેવા દ્રશ્યો વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓમાંથી વન્ય નિયમોનું ઉલ્લંઘન કરનાર આ ઈસમને વન વિભાગ દ્વારા પરિક્રમામાં પકડવા માટે વિજિલન્સને વાયરલ વિડિયોની જાણ કરી આ ટીખળખોરને પકડવા વનવિભાગ કામે લાગ્યું છે.