Home /News /junagadh /જૂનાગઢ: મતદાનના મહાપર્વમાં 101 વર્ષના વૃદ્ધા, દુલ્હને કર્યું મતદાન

જૂનાગઢ: મતદાનના મહાપર્વમાં 101 વર્ષના વૃદ્ધા, દુલ્હને કર્યું મતદાન

લગ્ન ગીત ગાતા-ગાતા મતદાન મથકે પહોંચી દુલ્હન

Gujarat election 2022 phase 1 voting: મતદાનના મહાપર્વમાં 101 વર્ષના વૃદ્ધાએ અને દુલ્હને પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં સૌને મતદાન કરવા અપીલ કરી હતી.

    જૂનાગઢ: મતદાનના મહાપર્વમાં 101 વર્ષના વૃદ્ધાએ અને દુલ્હને પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં સૌને મતદાન કરવા અપીલ કરી હતી. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં મતદાનના અનોખા ઉદાહરણ સામે આવ્યા છે. શોભાવડલા લશ્કર ગામના કડવીબેન ચોટલીયા નામના 101 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. આ ઉપરાંત યુવતીએ પોતાના લગ્નના દિવસે મતદાન કર્યું છે. તે લગ્ન ગીત ગાતા-ગાતા મતદાન મથકે પહોંચી હતી. જ્યારે પ્રભુતામાં પગલાં પાડ્યા પહેલા મતદાન કર્યું છે.

    લગ્ન ગીત ગાતા-ગાતા મતદાન મથકે પહોંચી દુલ્હન

    જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શોભાવડલા લશ્કર ગામે કડવીબેન ચોટલીયા નામના 101 વર્ષના વૃદ્ધાએ ચાલીને મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું આ ઉપરાંત યુવતી પોતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ છે, ત્યારે મતદાનને પણ પવિત્ર ફરજ સમજી લગ્ન મંડપમાંથી તેના પરિવારજનો અને સગા વ્હાલાઓ સાથે લગ્ન ગીત ગાતા-ગાતા મતદાન મથકે પહોંચી હતી, પ્રભુતામાં પગલાં પાડ્યા પહેલા મતદાનને ફરજ સમજીને મતદાન કરી અનોખું ઉદાહરણ પુરૂ પાડયું છે.

    આ પણ વાંચો: હાર્દિક પટેલને સંઘાણીની સલાહ: ભાજપ વિચારધારાને વળગી રહેશે તો ફાયદો નહીં તો નુકસાન

    ભાવનગરમાં વરરાજાએ મતદાન કર્યું

    આવી જ રીતે ભાવનગરના જેસરમાં રામનગરમાં વરરાજાએ મતદાન કર્યું છે. જાન લઈને જતા પહેલા પોતાની ફરજ પૂરી કરી છે. લગ્નના દિવસે સવારે મતદાન મથકે જઈને મતદાન કર્યું છે. વરરાજા તરીકે પણ મતદાન કરવાની ફરજ ચૂક્યા નથી. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં રામનગર પ્રાથમિક શાળા ખાતે વરરાજાએ જાન લઇને જતાં પહેલા પોતાની ફરજ અદા કરી છે. અજયભાઈ દેવરાજભાઈ ચાવડા નામના વરરાજાએ આજે સવારે પોતાના મતદાન મથકે જઈને મતદાન કર્યું છે.
    " isDesktop="true" id="1292928" >
    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. આજે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Junagadh news

    विज्ञापन
    विज्ञापन