Home /News /junagadh /જૂનાગઢના ભાજપના ઉમેદવાર અને તેમના પત્ની કરોડપતિ; કેશોદના ધારાસભ્ય મંત્રી છતાં મિલકત ઘટી

જૂનાગઢના ભાજપના ઉમેદવાર અને તેમના પત્ની કરોડપતિ; કેશોદના ધારાસભ્ય મંત્રી છતાં મિલકત ઘટી

જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા

Gujarat Election 2022: વિસાવદરના ધારાસભ્યની સ્થાવર મિલ્કત ઘટી, જંગમ વધી. માણાવદરના કોંગી ઉમેદવારની જંગમ વધી તો સ્થાવરમાં ઘટાડો.

    અતુલ વ્યાસ, જૂનાગઢ: વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા છે. જેમાં મિલકત, ગુના સહિતની વિગતો આશ્ચર્ય પમાડે તેવી જોવા મળી છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ મંત્રી હોવા છતાં તેમની સ્થાવર અને જંગમ બંને મિલ્કતમાં ઘટાડો થયો છે. જ્યારે માંગરોળના કોંગી ધારાસભ્યની જંગમ અને સ્થાવર બંને મિલકતોમાં વધારો થયો છે.

    હર્ષદ રિબડીયા પાસે કેટલી મિલકત?

    વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાનીએ ગત ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ મિલકતો મુજબ જંગમ મિલ્કત 11,79,455 અને સ્થાવર મિલ્કત 1,13,45,000 હતી અને દેવુ 21,44,334 હતું. જ્યારે આ વર્ષે ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલકત 13,29,985 અને સ્થાવર મિલ્કત 94,88,000 અને દેવુ 21,37,910 છે. જયારે હર્ષદ રિબડીયા પાસે બે હથિયાર છે. જેમાં એક રિવોલ્વર અને બાર બોરની બંદુક છે.

    અરવિંદભાઈ લાડાણી પાસે વાહનમાં માત્ર એક મોટર સાયકલ

    માણાવદર બેઠક પર કોગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીએ 2019ની પેટા ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્ર દર્શાવેલ જંગમ મિલકત 4,69,046 અને સ્થાવર મિલકત 80,50,000 દેવું 2,24,000 અને હાથ પર રોકડ 2,95,000 હતાં. જયારે આ વિધાનસભાની ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં જંગમ મિલકત 1,11,644 સ્થાવર મિલકત 95,00,000 દેવું 3,36,000 હાથ પર રોકડ માત્ર 30,000 છે. વાહનમાં માત્ર એક મોટર સાયકલ જ છે.

    આ પણ વાંચો: બીજેપીની બીજી યાદી જાહેર, છ બેઠક પર નામ જાહેર

    બાબુભાઈ વાજાની મિલકતમાં પાંચ વર્ષમાં વધારો થયો

    માંગરોળ બેઠક પર કોગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજાની મિલકતમાં પાંચ વર્ષમાં વધારો થયો છે. જેમાં 2017ની ચૂંટણીમાં જંગમ મિલકત 7,38,066 અને સ્થાવર મિલકત 55,00,000 દેવું 4,67,800 હતું. આ ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલકત 7,85,924 અને સ્થાવર મિલકત 70,00,000 અને દેવું 4,28,200 છે.

    મંત્રી દેવા માલમની મિલકતમાં પાંચ વર્ષમાં ઘટાડો

    કેશોદ બેઠક પરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પશુપાલન મંત્રી દેવા માલમની મિલકતમાં પાંચ વર્ષ દરમ્યાન ઘટાડો થયો છે. ગત ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલકત 20,87,500 અને સ્થાવર મિલકત 4,83,43,580 હતી. જ્યારે ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલકત 19,25,000 અને સ્થાવર મિલકત 4,33,23,000 દર્શાવી છે. મંત્રી હોવા છતાં મિલકતમાં ઘટાડો થયો છે.

    જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર પાસે કેટલી મિલકત?

    જ્યારે જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયાએ આજે ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલકત 3,27,66,286 અને સ્થાવર મિલકત 7,21,08,000 છે. જ્યારે દેવું 1,42,02,097 છે. જ્યારે તેમના પત્ની પાસે જંગમ મિલકત 3,29,61,336 અને સ્થાવર મિલકત 76,30,000 છે. જ્યારે દેવું 60,25,000 દર્શાવેલ છે. ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા પાસે હાથ પર રોકડ માત્ર 70,639 છે. તેમના પત્ની પાસે 50,266 રોકડ છે.

    માણાવદર વિધાનસભા બેઠક પરના

    'આપ'ના ઉમેદવારના નામે 2.22 કરોડ અને પત્નીના નામે 3 કરોડની મિલકત

    ઉમેદવારના તબીબ પત્નીના નામે ત્રણ લકઝરી કાર

    માણાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારે આજે ઉમેદવારીપત્ર ભર્યું છે. જેમાં સોગંદનામામાં આપેલી વિગત મુજબ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશન પરબતભાઈ ભાદરકાના નામે એક લાખની જંગમ, 75 લાખની સ્થાવર મળી કુલ 2.22 કરોડની મિલકત છે. જ્યારે તેમના તબીબ પત્નીના નામે 32.50 લાખની જંગમ અને એક કરોડની સ્વ ઉપાર્જિત મિલકત મળી કુલ 3 કરોડની મિલકત છે. ઉમેદવારના પત્નીના નામે એક સફારી કાર અને બે અન્ય લકઝરી કાર છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat News, Junagadh news

    विज्ञापन
    विज्ञापन