Home /News /junagadh /

જાણો જૂનાગઢની માંગરોળ વિધાનસભા બેઠક પર પ્રજાના પ્રશ્નો અને સમજો અહીંની બેઠકનુ કેવું છે ગણિત

જાણો જૂનાગઢની માંગરોળ વિધાનસભા બેઠક પર પ્રજાના પ્રશ્નો અને સમજો અહીંની બેઠકનુ કેવું છે ગણિત

મત્સ્યોદ્યોગથી સમૃદ્ધ આ વિસ્તારમાં માળીયા હાટીના અને માંગરોળ બંને તાલુકા સહિત અંદાજે 2 લાખ 6 હજાર મતદારો છે.

  આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. તેને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ-કોંગ્રેસ અને આપ જમીની સ્તરે મહેનત કરવામાં લાગી છે. ગુજરાતમાં હાલમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઇ છે તે જોતા વહેલી ચૂંટણીનું આયોજન કરવામાં આવે તેવી અટકળો ચલાવવામાં આવી રહી છે. જો કે હાલમાં જે પ્રકારે સ્થિતિનું સર્જન થયું છે તે જોતા કોઇ પણ સ્થિતિમાં વહેલી ચૂંટણીનું આયોજન થાય તેવી શક્યતા નહીવત છે. હાલ મળતી માહિતી અનુસાર રાજ્યમાં ડિસેમ્બર પહેલા ચૂંટણી યોજાય તેવી શક્યતા નહીવત છે. હવે જ્યારે આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અમે આપની સમક્ષ વિવિધ બેઠકોનો ચિતાર લઈને આવીએ છીએ. જે અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ માંગરોળ બેઠક વિશે.


  માંગરોળ વિધાનસભા બેઠક

  ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મહત્વના માંગરોળ તાલુકામાં આવેલું છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. માંગરોળ માછીમારી ઉધોગનુ મહત્વનું બંદર છે. અહીં ઘણી ફીશરીઝ આવેલ છે, જે યુરોપિયન દેશોમાં નિકાસ કરે છે. આ સાથે જ માંગરોળ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકીની પણ 89 નંબરની બેઠક છે. આ બેઠક અંતર્ગત માળીયા-હાટીના તાલુકો અને માંગરોળ તાલુકાના ગામો અરેના, ધેલાણા, હુસેનાબાદ, જામવાળી, જુથલ, ખોડાડા, કોટડા જુના, કોટડા નવા, લંબોરા, લાઠોદ્રા, મકતુપુર, માંગરોળ, માનખેત્રા, સકરાણા, શેખપુર, શાપુર, શેપા, શેરીયાખાન, શેરીયા, વીરપુર વગેરેનો સમાવેશ થાય છે.

  માંગરોળનું ચોરવાડ ગામ દેશના સૌથી ધનિક બિઝનેસ હાઉસના વડા ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ પણ છે.

  ચોરવાડના દરિયા કિનારે જૂનાગઢના નવાબ રસુલખાન ઉનાળાની રજાઓમાં આરામ કરવા આવતા હતા, જેના માટે તેમણે ત્યાં હવા મહેલ પણ બનાવ્યો હતો, જે હાલમાં જર્જરિત હાલતમાં છે.
   વાંચો જામનગર બેઠકનો રસપ્રદ ઈતિહાસ: Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી જામનગર બેઠક પર 1985થી ભાજપનો દબદબો, જાણો રાજકીય ગણિત

  માંગરોળ વિધાનસભા બેઠક પર મતદારો

  મત્સ્યોદ્યોગથી સમૃદ્ધ આ વિસ્તારમાં માળીયા હાટીના અને માંગરોળ બંને તાલુકા સહિત અંદાજે 2 લાખ 6 હજાર મતદારો છે. જેમાં આશરે 106368 પુરૂષ અને 99690 મહિલા મતદારો છે.

  માંગરોળ વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણો

  ગુજરાતમાં એવી 11 બેઠકો છે જેમાં મુસ્લિમ વસ્તી 35%થી વધુ છે. માંગરોળ 89 બેઠક પણ તેમાંથી એક છે. આ બેઠક પરથી કોંગ્રેસના નેતા બાબુભાઈ કાળુભાઈ વાજા ધારાસભ્ય છે. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા.

  માંગરોળ 89 બેઠકમાં કોળી સમાજની વસ્તી 40% અને મુસ્લિમ સમાજની વસ્તી 35% છે. આ જ કારણ છે કે આ બેઠક પર કોળી અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે. SC અને ST સમુદાયોની વસ્તી અહીં કુલ વસ્તીના 9 ટકાથી વધુ છે.

  માંગરોળ વિધાનસભા બેઠક પર રાજકીય સમીકરણો

  આ બેઠક પર 1962થી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 2012 સુધી જાતિ અને સમાજ આધારિત ઉમેદવારો ચૂંટણી જીત્યા નથી. જોકે, 2012 પછી આ બેઠકનું રાજકારણ બદલાયું અને અહીં જ્ઞાતિ આધારિત ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ગત ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી ભગવાનજી કરગઠિયાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે પણ બાબુ વાજાને ઉમેદવાર બનાવ્યા હતા. 2014 ની પેટા ચૂંટણી અને 2017 બંને ચૂંટણીમાં કોંગ્રેસના બાબુ વાજાનો વિજય થયો હતો અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે 2012માં માંગરોળ બેઠક પર ભાજપમાંથી ચૂંટાયેલા રાજેશ ચુડાસમા સાંસદ બનતાં માંગરોળ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેના પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી.

  બાબુભાઈ કાળુભાઈ વાજા સ્પષ્ટ વક્તા હોવાથી માંગરોળના પ્રશ્નોને વિધાનસભામાં ઉઠાવતા રહ્યા છે. જો કે આ વખતે કોંગ્રેસના અન્ય નેતાઓમાં ટિકિટ મેળવવા માટે સ્પર્ધા છે. આવી સ્થિતિમાં પાર્ટી તેમના પર વિશ્વાસ કરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

  બીજી તરફ જો બીજેપીની વાત કરીએ તો 2017માં અમિત શાહે પોતે આ સીટ પર ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગઠિયા માટે પ્રચાર કર્યો હતો, પરંતુ તેમ છતાં તેઓ ચૂંટણી હારી ગયા હતા.

  માંગરોળ વિધાનસભા બેઠક પર હાર-જીતના સમીકરણો


  વર્ષવિજેતા ઉમેદવારના નામપક્ષ
  2017વાજા બાબુભાઈINC
  2014વાજા બાબુભાઈINC
  2012છેડા તારાચંદ જગાશીBJP
  2007સંધાણી ધનજીભાઈBJP
  2002છબીલ પટેલINC
  1998સુરેશચંદ્ર મહેતાBJP
  1995સુરેશચંદ્ર મહેતાBJP
  1990સુરેશચંદ્ર મહેતાBJP
  1985સુરેશચંદ્ર મહેતાBJP
  1980સંગવી જયકુમારINC
  1975સુરેશચંદ્ર મહેતાBJS
  1972નોશીર ડોરાબજીINC
  1967એલ જે મહેતાINC
  1962મહારાજ કુમારશ્રીSWA

  માંગરોળ વિધાનસભા બેઠકની સમસ્યાઓ

  સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર કરતી વખતે અને વોટ માંગવા આવતી વખતે ઉમેદવારો મોટા મોટા વાયદા કરતા હોય છે અને જનતાની તમામ માંગણીઓ સંતોષવાનો અને સમસ્યાઓને હલ કરવાના વાયદા કરતા હોય છે પણ ચૂંટણી જીતી ગયા બાદ પડદા પર ચિત્ર કંઈક અલગ જ દેખાતું હોય છે. આવી જ રીતે માંગરોળની પ્રજાની સમસ્યાની વાત કરે તો અહીં ખોડૂતોને સૌથી નધુ હાલાકી ભોગવવાનો વારો આવે છે. તેમની સમસ્યા છે કે દરિયાની વધતી ખારાશથી તેમને ખેતી કરવમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી તેમનો પાક પણ નષ્ટ થવાની ભિતી રહે છે. એવામાં ખેડૂત સરકાર પાસેથી સિંચાઈ માટે પાણીની માંગ કરે છે. જેને આજદિન સુધી સંતોષવામાં આવી નથી. આ સિવાય ખેડૂતોને પાક વીમો સમયસર ચૂકવાતો નથી સાથે જ તેમને પોષણક્ષમ ભાવો પણ મળતા નથી.

  આ સિવાય જો વાત કરવામાં આવે તો કેટલાક ગામોમાં જંગલી પ્રાણીઓનો ત્રાસ પણ જોવા મળે છે જેને લઈને લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળે છે. નેક વખત રજૂઆત કરવા છતા પણ આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવતો ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. લોકોની ફરિયાદ છે કે માંગરોળમાં આજદિન સુધી ગટરની વ્યવસ્થા કરવામાં આવી નથી, રસ્તાઓ ખરાબ છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ અહીં યથાવત છે.

  માંગરોળ વિધાનસભા બેઠકની આર્થિક સ્થિતિ

  માંગરોળમાં મત્સ્યોદ્યોગ અને ફળોના બગીચા મુખ્ય વ્યવસાય છે. નારિયેળ, પપૈયા, બદામ, દ્રાક્ષ, કેળા જેવા ફળોનું ઉત્પાદન અહીં મોટા પાયે થાય છે. માંગરોળમાં સૌથી મોટો મત્સ્ય ઉદ્યોગ છે.

  માંગરોળમાં 50% પુરૂષ વસ્તી દરિયામાંથી માછલીઓ પકડવા અને તેમને ખવડાવવા પર નિર્ભર છે. યુરોપિયન દેશોમાં અહીંથી માછલી અને માછલીની પેદાશોની નિકાસ થાય છે.
  આ પણ વાંચો: શું વિધાનસભા 2022 માં ભાજપના ગઢ કેશોદમાં કોગ્રેસ અને આપ પાડી શકશે ગાબડું, જાણો બેઠકના સમીકરણો વિશે

  Published by:mujahid tunvar
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन