Home /News /junagadh /

Gujarat election: કેવુ રહેશે જૂનાગઢ વિધાનસભાનુ ગણિત, શું ભાજપ પરત મેળશે પોતાનો ગઢ કે કોંગ્રેસ ફરી જમાવશે સત્તા

Gujarat election: કેવુ રહેશે જૂનાગઢ વિધાનસભાનુ ગણિત, શું ભાજપ પરત મેળશે પોતાનો ગઢ કે કોંગ્રેસ ફરી જમાવશે સત્તા

    વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ખરાખરીનો જંગ જામ્યો છે. આ દરમ્યાન અમે આસ આપની માટે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની પરિસ્થિતિ અને તેના રોચક સમીકરણો વિશે માહિતી લઈને આવ્યા છીએ. આ અંતર્ગત આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ જૂનાગઢ વિધાનસભા બેઠક વિશે. આ આર્ટિકલમાં જાણીશું કેવા છે જૂનાગઢના રાજકીય સમીકરણો અને શા માટે જૂનાગઢ બેઠક દરેક રાજકીય પક્ષ માટે ખૂબ મહત્વની બની રહી છે. આ બેઠક પર અત્યાર સુધી કયા કયા રાજકીય પક્ષનો દબદબો જોવા મળ્યો છે વગેરે બાબતો વિશે.

    જૂનાગઢ વિધાનસભા બેઠકનો રાજકીય ઈતિહાસ–

    આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતી જોવા મળશે. ત્યારે વિધાનસભાની 182 બેઠકો પૈકી જૂનાગઢ બેઠકનો સમાવેશ થાય છે. જૂનાગઢ ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. વર્ષ 2017 પહેલાની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ બેઠક છેલ્લા 3 દાયકાથી ભાજપનો ગઢ રહ્યો હતો. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બેઠક પર પ્રચંડ વિજય મેળવી ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા હતા. જૂનાગઢમાં આહિર, ક્ષત્રિય, કોળી અને પાટીદાર એમ ચારેય જ્ઞાતિનું એકસમાન પ્રભુત્વ છે.

    જૂનાગઢ વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણો-જુનાગઢ વિધાનસભા બેઠક પર દલિત, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારોનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. આ સિવાય પાટીદાર, લોહાણા, આહીર, વાલ્મીકિ સહિત અન્ય જ્ઞાતિઓના મળીને કુલ 2,86,293 જેટલા મતદારો જૂનાગઢ વિધાનસભા બેઠક પર નોંધાયેલા છે. જે પૈકી 65.96 ટકા પુરુષ અને 66.28 ટકા મહિલા મતદારો જૂનાગઢ વિધાનસભા સીટ પર નોંધાયેલા છે. વર્ષ 2012 અને 2017માં ભાજપ તરફથી લોહાણા સમાજના અગ્રણી મહેન્દ્ર મશરૂ ઉમેદવાર હતા. બીજી તરફ કોંગ્રેસમાંથી મેંદરડાના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી ચૂંટણી જંગમાં ઉમેદવાર હતા. જેમાં વર્ષ 2012માં હારનો સ્વાદ ચાખી ચૂકેલા ભીખાભાઈ જોશી વર્ષ 2017માં તેના પૂર્વ પ્રતિસ્પર્ધી મહેન્દ્ર મશરૂને પરાજય આપીને હારનો બદલો લઈને જૂનાગઢ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં સફળતા મેળવી હતી. જૂનાગઢમાં સોરઠીયા આહિર, કારડિયા ક્ષત્રિય, કોળી અને પાટીદાર સમાજની બહુમતિ છે. તેમાં પણ આહિર સમાજની વસ્તી લગભગ 12 ટકા જેટલી છે.

    જૂનાગઢ બેઠક પરના રાજકીય સમીકરણો

    વર્ષ 1962માં અસ્તિત્વમાં આવેલી જૂનાગઢ વિધાનસભા બેઠક પર 1લાખ 47હજાર અને 291 પુરુષ અને 01 લાખ 38 હજાર 986 જેટલા મહિલા મતદારો મળીને કુલ 2લાખ 86 હજાર 293 જેટલા મતદારો જૂનાગઢ વિધાનસભા સીટ પર નોંધાયેલા છે. એક સમાન ભાજપ અને કોંગ્રેસના વર્ચસ્વવાળી જૂનાગઢ બેઠક પર જૂનાગઢ શહેર સહિત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ શહેરનું મતદાન કોઈ પણ રાજકીય પક્ષની હાર અને જીત માટે અત્યાર સુધી મહત્વનું બનતું આવ્યું છે અને આગામી દિવસોમાં જૂનાગઢ ફરી એક વખત ધારાસભ્યની હાર અને જીત માટે મહત્ત્વનું બનશે.

    જૂનાગઢ બેઠક પરના હાર-જીતના સમીકરણો









































































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    1962કુંદનલાલ દિવ્યકાંતઆઈએનસી
    1967પી. કે દવેઆઈએનસી
    1972દિવ્યકાંત માણાવતીઆઈએનસી
    1975આચાર્ય હેમાબેનબીજેએસ
    1980પટેલ ગોરધનભાઈઆઈએનસી
    1985પટેલ ગોરધનભાઈઆઈએનસી
    1990મશરૂ મહેન્દ્રભાઈઆઈએનડી
    1995મશરૂ મહેન્દ્રભાઈઆઈએનડી
    1998મશરૂ મહેન્દ્રભાઈભારતીય જનતા પાર્ટી
    2002મશરૂ મહેન્દ્રભાઈભારતીય જનતા પાર્ટી
    2007મશરૂ મહેન્દ્રભાઈભારતીય જનતા પાર્ટી
    2012મશરૂ મહેન્દ્રભાઈભારતીય જનતા પાર્ટી
    2017જોશી ભીખાભાઈઆઈએનસી

    મહેન્દ્ર મશરૂ સતત છ વખત ધારાસભ્ય બનાવવાનું આજે પણ ધરાવે છે બહુમાન

    જૂનાગઢ વિધાનસભા બેઠકની ખાસિયતની વાત કરીએ તો આ બેઠક પર અત્યાર સુધી જ્ઞાતિ અને જાતિનું સમીકરણ કામ કરતું જોવા મળતું નથી. અત્યાર સુધી એકમાત્ર મહેન્દ્ર મશરૂને બાદ કરતા કોઈ ચોક્કસ જ્ઞાતિ કે જાતિનો ઉમેદવાર ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા નથી. જૂનાગઢ વિધાનસભા બેઠક પર 12થી 15 હજાર જેટલા લોહાણા મતદારો નોંધાયેલા છે, તેમ છતાં મહેન્દ્ર મશરૂ છ વખત જૂનાગઢ વિધાનસભા બેઠક પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. આ એક માત્ર પાસું જૂનાગઢ બેઠકને વિશેષ બનાવી રહ્યું છે.

    1985 બાદ શરુ થયેલો કોંગ્રેસનો વનવાસ 2017માં થયો પૂર્ણ

    વર્ષ 2017ના વિધાનસભાના પરિણામો પર નજર કરીએ તો ભાજપના મહેન્દ્ર મશરૂને 70 હજાર 766 જેટલા મત મળ્યા હતા, ત્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ભીખાભાઈ જોશીને 76 હજાર 850 મત મળ્યા હતા. આમ જૂનાગઢ બેઠક પર વર્ષ 2017માં કોંગ્રેસના ભીખાભાઈ જોશીનો 6084 મતે વિજય થયો હતો અને પરંપરાગત રીતે ભાજપની માનવામાં આવતી જૂનાગઢ બેઠક કોંગ્રેસે વર્ષ 1985 બાદ જીતવામાં સફળતા મેળવી હતી.

    જો કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢમાં કોંગ્રેસનું રીતસરનું વાવાઝોડું ફૂંકાયું. જૂનાગઢ લોકસભા હેઠળની તમામ 7 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી ભાજપને ભોંયભેગું કરી દીધું હતું. 2017માં કોંગ્રેસને 1 લાખ 14 હજાર 742 મતની સરસાઇ મળી હતી. મતલબ કે 2014 બાદ ભાજપના 2 લાખ 50 હજાર 574 જેટલા અધધધ મતો કોંગ્રેસ તરફ વળ્યા હતા.

    જૂનાગઢ બેઠક પર આ છે મુખ્ય સમસ્યા - આ વિસ્તારના મતદારો વિકાસને લઈને સતત ઝંખી રહ્યા છે. જૂનાગઢમાં એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે વર્ષ દરમિયાન મહાશિવરાત્રી અને પરિક્રમાના યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ સ્થાનિક રોજગારીને લઈને આજે પણ લોકો ખૂબ નિરાશ થઈ રહ્યા છે. જૂનાગઢના મતદારો માંગ કરી રહ્યા છે કે લાખોની સંખ્યામાં જૂનાગઢમાં આવતા પ્રવાસીઓ જૂનાગઢની સ્થાનિક રોજગારીનું સર્જન કરી શકે તેવી શક્યતાઓ છે. પરંતુ અત્યાર સુધી સ્થાનિક રોજગારીને લઈને કોઈ નક્કર કામ થયું નથી. જેને લઇને મતદારોમાં નારાજગી પણ જોવા મળે છે.

    જૂનાગઢ બેઠક પર 2022નુ ગણિત

    આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઘણા વર્ષો બાદ જીતેલી બેઠકો જાળવવાનો પ્રયાસ કરશે તો ભાજપ ફરીથી અહીં સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે. ત્યારે બન્ને પક્ષો તરફથી જાતિગત અને રાજકીય સમીકરણોને આધારે ઉમેદવાર ઉતારવામાં આવશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આ તરફ આપ પણ મેદાનમાં પ્રવેશી હોવાથી મુખ્ય બે પક્ષોનુ ગણિત ખોરવાઈ શકે છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन