Home /News /junagadh /Gujarat elections 2022: કોંગ્રેસને છોડીને ભાજપમાં જનાર જવાહર ચાવડાની કેવી છે રાજકિય સફર, શા માટે થયા સાઇડલાઇન?
Gujarat elections 2022: કોંગ્રેસને છોડીને ભાજપમાં જનાર જવાહર ચાવડાની કેવી છે રાજકિય સફર, શા માટે થયા સાઇડલાઇન?
Gujarat assembly elections 2022: માણાવદરમાં હાલ જવાહરભાઇ ચાવડા ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરી રહ્યા છે. જવાહર ચાવડા સૌથી નાની વયે એટલે કે 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. જવાહર ચાવડા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યાં પછી બીજેપીમાં આવ્યા હતા.
Gujarat assembly elections 2022: માણાવદરમાં હાલ જવાહરભાઇ ચાવડા ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરી રહ્યા છે. જવાહર ચાવડા સૌથી નાની વયે એટલે કે 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. જવાહર ચાવડા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યાં પછી બીજેપીમાં આવ્યા હતા.
Gujarat assembly elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ક્યાંરે યોજાશે તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ચૂંટણીની જાહેરાત પહેલા તમામ પક્ષોએ પોતાના નેતાઓ અને ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરવા માટે કાર્યકર્તાઓને તૈયારી અને જવાબદારીઓ સોંપી દીધી. પરંતુ આ વખતે ભાજપ માટે ચૂંટણી ખૂબ નિર્ણાયક સાબિત થશે. કારણ કે પ્રદેશ પ્રમુખની નો રીપીટની થીઅરીએ અનેક દિગ્ગજ નેતાઓને ઘરભેગા કરી દીધા છે.
તે પછી ભાજપના જ ભોમિયા હોય કે અન્ય પક્ષમાંથી આવેલ પક્ષપલટું નેતા હોય. આવું જ એક નામ છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ અને હાલ સાઇડ લાઇન કરાયેલ નેતા જવાહર ચાવડા. આજ અમે તમને જવાહર ચાવડાની રાજકિય સફરથી લઇને સાઇડલાઇન થવા સુધીની વિગતો આ લેખમાં જણાવીશું.
કોણ છે જવાહર ચાવડા?
જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા (Jawahar Chawda) એક દિગ્ગજ અને મોટું માથું ધરાવતા રાજકારણી છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણાવદરમાંથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. માણાવદર જૂનાગઢ જિલ્લાનું એક મહત્વનું શહેર છે. જ્યાં લોકો સામાન્ય રીતે ખેતી સાથે સંકળાયેલા છે. આ બેઠક પર આઝાદી બાદથી કોંગ્રેસ 9 ટર્મ સુધી ચુંટણી જીતી છે. જ્યારે ભાજપે 4 ટર્મ સુધી આ બેઠક પર રાજ કર્યુ છે.
હાલ માણાવદરમાં જવાહરભાઇ ચાવડા ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરી રહ્યા છે. જવાહર ચાવડા સૌથી નાની વયે એટલે કે 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. આજે પણ તેઓ નાની ઉંમરના તેજસ્વી ધારાસભ્ય પૈકી એક ગણાય છે.
જવાહર ચાવડાની રાજકીય કારકિર્દી
Political career of Jawahar Chavda: નાની ઉંમરમાં રાજકારણમાં પ્રવેશ કરવાથી તેઓ લોકોને ખૂબ સારી રીતે સમજી શકવાની સૂઝબૂઝ ધરાવે છે. તેઓએ 1988થી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 23 વર્ષ હતી. ત્યાર બાદ તેઓ 1990માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને જનતાદળના પ્રમુખ જયરામ પટેલને મ્હાત આપી હતી. ત્યાર બાદ 2007 અને 2012માં રતીભાઇ સુરેજા સામે 2 વાર ચૂંટણીમાં જીત મેળવી હતી. અને પછી વર્ષ 2017માં નીતિનકુમાર ફળદુ વિરુદ્ધ જીત મેળવી હતી.
જોકે આટલા વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ વર્ષ 2019માં તેમણે પક્ષ પલટો કર્યો અને ભાજપમાં જોડાતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જે બાદ પેટા ચૂંટણી યોજાતા અરવિંદ લાડાણીને 10 હજાર મતથી હરાવ્યા હતા. ત્યાર બાદ જવાહર ચાવડા કેબિનેટ મંત્રી પણ બન્યા હતા. તેના પરથી કહી શકાય કે આ બેઠક પર જવાહર ચાવડાનો દબદબો કોઇ સામાન્ય નથી. 2019ની પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડ્યા બાદ તેમણે 78,491 મતે ફરી પોતાની સત્તા પરત મેળવી હતી.
કયા સમાજ પર છે જવાહર ચાવડાની પકડ?
જૂનાગઢના પાડોશની પોરબંદર બેઠકમાં પણ મેર, ખારવા, પાટીદાર અને આહિર એ ચાર જ્ઞાતિસમુહો નોંધપાત્ર સંખ્યા ધરાવે છે. જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં પાડોશી ગીર-સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે, તો પોરબંદરમાં પાડોશી રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર, ગોંડલ સમાવાયા છે. આથી આ બેઠક મુખ્યત્વે પાટીદાર પ્રભાવિત મનાય છે. આમ છતાં અહીં માણાવદર, કેશોદ એ બે તાલુકામાં આશરે 8 ટકા આહિર સમાજના પ્રભાવને નકારી શકાય તેમ નથી.
જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. સૌરાષ્ટ્રમાં આહિર સમાજનું વજૂદ કોઈ પક્ષને જીતાડે-હરાવે તેવું છે. જવાહરભાઈના પિતા પેથલજી ચાવડાનો રાજકીય વારસો તેમણે સંભાળ્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં પેથલજીભાઈ શિક્ષણ માટે કામ કરતા હતા. સમાજ ઉપયોગી કામ માટે પેથલજી ચાવડા પણ લોકનેતા તરીકે જાણીતા હતા. માણાવદરમાં સૌથી પહેલા પેથલજી ચાવડાએ લોકોના દિલ જીત્યા હતા. જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા માણાવદરના ધારાસભ્ય બન્યા હતા.
વર્ષ 2019માં માણાવદર બેઠક પર કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી સોગંદનામું રજૂ કર્યું હતું. જે અનુસાર, તેમની પોતાની અને પરિવારની જંગમ મિલકત રૂ. 23.57 કરોડ અને સ્થાવર મિલકત રૂ. 88.65 કરોડ દર્શાવી છે. જે કુલ રૂ. 112.23 કરોડ થાય છે.
જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ફોર્મ ભરનારા ચાવડાએ પોતાની અને પરિવારની કુલ રૂ. 19.40 કરોડની જંગમ અને રૂ. 84.27 કરોડની સ્થાવર મિલકત દર્શાવી હતી. જે કુલ 103.67 કરોડ રૂપિયા હતી. આમ તેમની સંપત્તિમાં લગભગ 15 મહિનામાં રૂ. 8.56 કરોડ જેટલો વધારો થયો હતો. જ્યારે જવાહર ચાવડાની 2017-2018ની આવક રૂપિયા 40.27 લાખ અને તેમના પરિવારની આવક રૂ. 43.92 લાખ હતી.
જવાહર ચાવડા અને વિવાદ
- વર્ષ 2019માં જવાહર ચાવડા અચાનક કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા ગુજરાતના રાજકારણમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઇ હતી. તો સાથે કોંગ્રેસનો આંતરિક વિવાદ પણ સામે આવ્યો હતો.
- વર્ષોથી સુધી કોંગ્રેસમાં રહેલા જવાહર ચાવડાએ એક સમયે એક ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી ગાંડા સાથે કરી હતી. તેના ભાષણને વિડીયો પણ વાયરલ થયો હતો.
- માણાવદરમાં એક સંબોધનમાં તેમણે પોતાને મીડિયાના બાપ ગણાવ્યા હતા. પત્રકારોમાં હજુ પણ એવો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી શું કામ ભાજપમાં આવ્યા. હજુ પત્રકારો પૂછે છે તમે શેના માટે ગયા, તમને શું વાંધો હતો.. મેં કીધું કે વાંધો તો તારા બાપને આંયા હતો જ નહીં..’ આમ આ નિવેદન આપી તેને પોતાની જાતને પત્રકારનો બાપ ગણાવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઇ શકે છે. પરંતુ ભાજપનો આંતરિક કલેશ હવે સપાટી પર આવી રહ્યો છે. ભાજપે કોંગ્રેસમાંથી લાવેલા ઘણા નેતાઓને સાઇડલાઇન કરી દીધા છે. જેમાંથી જવાહર ચાવડા પણ બાકાત નથી. હાલ તેઓ પક્ષના કાર્યક્રમો અને નિવેદનોથી સાફ દૂરી બનાવી રહ્યા છે. સીઆર પાટીલની નો રીપીટ થીઅરીએ આલા દરજ્જાના નેતાને પણ ઘરે બેસાડી દીધા છે. તેમાં પણ ખાસ કરીને પક્ષ પલટો કરીને આવેલા નેતાઓને પક્ષમાંથી સાઇડલાઇન કરાઇ રહ્યા છે.
આહિર સમાજ પર પ્રભુત્વ ધરાવવાની સાથે પોતાની યુવાન બુદ્ધિથી જવાહર ચાવડાએ પોતાના મતવિસ્તારમાં અનેક વિકાસના કાર્યો કર્યા છે. છતા પણ પક્ષ તરફથી તેમને કોઇ સક્રિય ભૂમિકા આપવામાં આવી રહી નથી. ત્યારે હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં ચાવડ પ્રત્યે ભાજપનું વલણ કેવું રહેશે તે જોવું ઘણું રસપ્રદ બની રહેશે.