Home /News /junagadh /કેશોદ બેઠક પર ભાજપ-કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, અરવિંદ લાડાણી અપક્ષમાંથી લડશે

કેશોદ બેઠક પર ભાજપ-કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, અરવિંદ લાડાણી અપક્ષમાંથી લડશે

ગુજરાત ચૂંટણી

Gujarat assembly election 2022: કેશોદ ચૂંટણી રસપ્રદ બની છે. અહીંથી કોંગ્રેસ, ,બીજેપી, આપ વચ્ચે જંગ હતો. હવે નારાજ અરવિંદ લાડાણીએ અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કેશોદમાં ચોપાંખિયો જંગ જામ્યો છે.

  કેશોદ: જૂનાગઢ જિલામાં ચૂંટણી જંગ જામ્યો છે અને દરેક રાજકીય પક્ષો પોતે ચૂંટણી જીતેશે તેવો દાવો કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાની 88 કેશોદ વિધાનસભા હાલ ચર્ચામાં આવી છે. કેમ કે, અહીંથી નારાઝ ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. કેમ કે, કડવા પાટીદાર કેશોદમાં નિર્ણાયક સાબિત થાય છે ત્યારે અરવિંદ લાડાણી પણ કડવા પાટીદાર સમાજના આગેવાન હોય તેમણે અપક્ષ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે અને તેઓ અપક્ષ તરીકે કેશોદ ચૂંટણી જંગમાં ઉમેદવારી કરવાના છે.

  ભાજપમાં નારાજગી, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ

  કેશોદ ચૂંટણી રસપ્રદ બની છે. અહીંથી કોંગ્રેસ, ,બીજેપી, આપ વચ્ચે જંગ હતો. હવે નારાજ અરવિંદ લાડાણીએ અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કેશોદમાં ચોપાંખિયો જંગ જામ્યો છે. બીજી બાજુ, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે અને અનેક રાજીનામાઓ પડ્યા છે ત્યારે સબ સલામતની વાતો કોંગ્રેસના ઉમેદવાર કરી રહ્યા છે અને પોતાની જીત નિશ્ચિત છે તેવો દાવો કરી રહ્યા છે.

  આ પણ વાંચો: ચૂંટણી પહેલા જ NCPમાં કડાકો? નારાજ કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું

  ભાજપના પૂર્વ ધારાસભ્ય અપક્ષ ચૂંટણી લડવાના છે

  ભાજપે દેવાભાઈને ટિકિટ આપતા ભાજપના પૂર્વ ધારાસભ્ય રિસાઈ ગયા છે અને અપક્ષ ચૂંટણી લડવાના છે. તેમણે માત્ર ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમની કાર્યપદ્ધતિથી અપક્ષ ચૂંટણી લડવાનો મનસુબો કર્યો છે. પક્ષમાં સતત અવગણના કરવામાં આવી હોવાના અને તેમણે ભાજપના ઉમેદવાર 2012માં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

  છેલ્લા 35 વર્ષથી કેશોદમાં ભાજપનો વિજય થાય છે અને 2022માં પણ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાઇ રહ્યો છે. કેશોદ સીટ પર જ્ઞાતિ-જાતીના સમીકરણો ચાલતા નથી અને કેશોદના મતદારો ભાજપને પ્રેમ કરે છે, તેથી કોઈ સમીકરણ ચાલવાનું નથી અને માત્ર ભાજપ વિજયી થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Junagadh news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन