Home /News /junagadh /

જૂનાગઢ : ગીરસોમનાથ સરકારી વકીલ સહિત પાંચની ધરપકડ, ચીબો, ટામેટો, મુસ્તાક સાથે મળી કર્યો હુમલો

જૂનાગઢ : ગીરસોમનાથ સરકારી વકીલ સહિત પાંચની ધરપકડ, ચીબો, ટામેટો, મુસ્તાક સાથે મળી કર્યો હુમલો

Junagadh attack : જૂનાગઢ પોલીસે ગીરસોમનાથ સરકારી વકીલ સહિત પાંચની ધરપકડ કરી

Junagah News : જૂનાગઢ તાલુકા પોલીસે ગીરસોમનાથના સરકારી વકીલ નિગમ જેઠવા, સિનિયર એડવોકેટ આબિદ સુમરા સહિત પાંચ વ્યક્તિઓ સામે 307નો ગુનો નોંધી ધરપકડ કરી, ફરિયાદમાં ગંભીર આક્ષેપો

    અતુલ વ્યાસ, જૂનાગઢ : ગીર સોમનાથના (GirSomnath) સરકારી વકીલ નિગમ જેઠવાએ (Government Advocate Nigam Jethava) ગેર કાયદેસર મંડળી રચી જૂનાગઢના (Junagadh Youth) યુવાન પર જીવલેણ હુમલો કરવાના બનાવમાં જુનાગઢ તાલુકા પોલીસે સરકારી વકીલ, બીજા સિનિયર વકીલ સહીત પાંચ આરોપીની (Five Accused Arrested) ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે.

    બનાવની વિગતો એવી છે કે જુનાગઢના ઝાંઝરડા રોડ પર નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા હિરેન ચીમનભાઈ ભૂતની બાઈકમાંથી પેટ્રોલ ઓછુ થઇ જતા તેણે એપાર્ટમેન્ટમાં રહેતા સીસીટીવી ચેક કરતા સરકારી વકીલ નિગમ જેઠવા અવારનવાર એપાર્ટમેન્ટમાં રહેતા તેના મિત્રને ઘરે આવતા જતા દેખાયા હતા. હિરેન ભૂતનો એવો દાવો હતો કે આ ઘટનાની તેના દ્વારા તેના મિત્ર ને જાણ કરી હતી અને અને તેના મિત્રની પત્ની સાથે નિગમ જેઠવાનો સંબધ હોવાનું સામે આવ્યું હતું.

    અફઝલ ઉર્ફે ચીબો, રઝાક ઉર્ફે ટમેટો અને મુસ્તાક સાથે મળી સરકારી વકીલ હુમલો કર્યો

    આ બાબતની જાણ સરકારી વકીલને થતા તેણે હિરેનને જાન થી મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો અને 12 તારીખના રોજ પોતાના વકીલ મિત્ર આબિદ સુમરા અને તેના ત્રણ અસીલો અફઝલ ઉર્ફે ચીબો, રઝાક ઉર્ફે ટમેટો અને મુસ્તાક સાથે ફરિયાદી હિરેનને વોકળા પાસે લઇ ગયેલ અને તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરી હિરેન મરી ગયો છે તેમ સમજી નાસી છૂટ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ હુમલા બાદ ઈજાગ્રસ્ત હિરેનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

    જૂનાગઢના ડીવાયએસપી જાડેજાએ પત્રકારોને માહિતી આપી


    આ મામલે જૂનાગઢ ડીવાયએસપી પીજી જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મામલે તાલુકા પોલીસે રાજકોટ પહોચી હિરેનની ફરિયાદ પરથી સરકારી વકીલ નિગમ જેઠવા, સિનિયર વકીલ આબિદ સુમરા અને તેના ત્રણ અસીલો સહીત પાંચની ધરપકડ કરી છે.

    ભોગ બનનારના જીવન મરણ વચ્ચે ઝોલા

    કાયદાના જાણકાર એવા સરકારી વકીલ દ્વારા કરાયેલ હુમલો અને ગેર કાયદેસર મંડળી રચી યુવાનને મરણતોલ મારા મારવાના ગુન્હામાં પોલીસે 307ની કલમ લગાવી તપાસ હાથ ધરી છે અને પોતાના મિત્રની પત્ની સાથે સરકારી વકીલના આડા સંબંધમાં આડખીલી રૂપ બનેલ હિરેન ભૂત હાલ રાજકોટ જીવન મરણ વચે જોલા ખાય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ગુજરાતી સમાચાર, જૂનાગઢ, જૂનાગઢના સમાચાર

    આગામી સમાચાર