ગિરનાર પર્વત પરના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરતા અધિકારીઓ
ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 1 જાન્યુઆરીના સ્પર્ધા યોજાશે. જેમાં રાજયવ કુલ 1471 સ્પર્ધકો ભાગ લેશે. સ્પર્ધાને સફળ બનાવવા 200 જેટલા લોકો જહેમત ઉઠાવ છે.
Ashish Parmar, Junagadh: ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધા 1 જાન્યુઆરી 2023ના યોજાશે.આ સ્પર્ધમાં 1000થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. તમામ સ્પર્ધકોને કોઈ અગવડતા ન પડે અને સુખરૂપ સમગ્ર સ્પર્ધાને પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.આ સ્પર્ધાના આયોજન માટે 200 કામે લાગ્યા છે.
આટલા સ્પર્ધકો લઈ રહ્યા છે ભાગ
રાજ્યકક્ષાની સ્પર્ધા માટે કુલ 1582 અરજીઓ આવી હતી. જેમાંથી 1471 સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધા સિનિયર અને જુનિયર એમ બે વિભાગમાં થશે,જેમાં ગર્લ્સ અને બોયઝ અલગ અલગ રહેશે.
સિનિયર ભાઈઓ 547 અને જુનિયર ભાઈઓ 498 છે, જયારે સિનિયર બહેનો 234 અને જુનિયર વિભાગમાં 192 બહેનો છે.આમ, કુલ મળીને 1471 સ્પર્ધકો ગિરનાર સર કરશે. સ્પર્ધાના આયોજન માટે 200 જેટલા કર્મચારીઓ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સાંભળી રહ્યા છે.
સ્પર્ધકો માટે કરવામાં આવી રહેવા જમવાની વ્યવસ્થા
ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા આવનારા સ્પર્ધકો આગળના દિવસે આવી જાય છે. જેથી સ્પર્ધાના આગલા દિવસે ભવનાથમાં જુદી જુદી 4 જગ્યાએ સ્પર્ધકો માટે રહેવા- જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
બહેનો અને ભાઈઓ માટે આ રીતે હોય છે નિયમ
ગિરનાર સ્પર્ધા બહેનો માટે 2200 પગથિયાં ચડવા- ઉતરવાના અને ભાઈઓ માટે અંબાજી મંદિર સુધી એટલે કે 5500 પગથિયાં ચડવા-ઉતરવાના હોય છે. સ્પર્ધા સમયે કોઈ સ્પર્ધકને તકલીફ પડે તો તાત્કાલિક સારવાર માટે 4 મેડિકલ ટીમ પણ અલગ અલગ સ્થળ ઉપર ઉપસ્થિત રહેશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરના 12 કલાકે ઇનામ વિતરણ કરવામાં આવશે.