Video: ઇતિહાસમાં પ્રથમ વખત ગીરના જંગલમાં એક સાથે 18 સિંહ કેમેરામાં કેદ થયા!
Video: ઇતિહાસમાં પ્રથમ વખત ગીરના જંગલમાં એક સાથે 18 સિંહ કેમેરામાં કેદ થયા!
એક સાથે 18 સિંહ કેમેરામાં કેદ
18 lions in one Frame: હાલ સિંહોનું વેકેશન ચાલી રહ્યું છે. એટલે કે 16 જૂનથી 15 ઓક્ટોબર એમ ચાર મહિના સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે.
જૂનાગઢ: કહેવત છે કે સિંહના ટોળા ન હોય! જોકે, ગીરના જંગલ (Gir forest)માં અનેક વખત સિંહના ટોળા (Lions pride) જોવા મળે છે. આ અંગેની તસવીરો તમે અનેક વખત જોઈ હશે. જોક, ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે એક સાથે 18 સિંહ કેમેરામાં કેદ થયા (18 lions in single frame) છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ તસવીરો પ્રકૃતિ પ્રેમીઓને વિસ્મયમાં મૂકી દીધા છે. હાલ ચોમાસાની ઋતુ (Monsoon 2022) ચાલી રહી છે ત્યારે આ અદભૂત દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે.
ઉલ્લેખનીય છે કે હાલ સિંહોનું વેકેશન ચાલી રહ્યું છે. એટલે કે 16 જૂનથી 15 ઓક્ટોબર એમ ચાર મહિના સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે. જોકે, આ દરમિયાન પ્રવાસીઓ દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરી શકે છે. સાસણ ગીરમાં જીપ્સી મારફતે સિંહ દર્શન (Lion darshan) કરાવવામાં આવે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન કાચા રસ્તાઓને કારણે જીપ્સી ચાલી શકતી નથી. આ ઉપરાંત સિંહ અને અન્ય પ્રાણીઓનો મેટિંગ પીરિયડ હોવાથી આ સમયગાળા દરમિયાન જંગલમાં પ્રવેશ અપાતો નથી.
મળતી માહિતી પ્રમાણે જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યાના પત્ની પ્રીતિ પંડ્યાએ પોતાના કેમેરામાં એકસાથે 18 સિંહને કેદ કર્યાં છે. ગત મહિને આ તસવીર ક્લિક કરવામાં આવી હતી. 1971ના વર્ષમાં સુલેમાન પટેલ નામના ફોટોગ્રાફરે એક સાથે નવ સિંહને પાણી પીતા કેમેરામાં કેદ કર્યાં હતા. આ તસવીર અત્યારસુધી અનેક પ્રકાશનોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. આ બનાવને ગીરના ઇતિહાસની ભાગ્યે જ બનતી ઘટના ગણવામાં આવે છે.
18 Gir lions in one frame-This is the highest number of Gir lions to be captured in a single frame in the history of the forest.The lions of the scenic Gir forest have mesmerised wildlife photographers and wildlife enthusiasts the world over.#GloriousGujarat#Gir#Glorypic.twitter.com/JaRniHwFzm
મે મહિનામાં ગીર સફારીની ડેડકડી રેંજ (Dedakadi range)માં 13 સિહોનો પરિવાર ફરમાવી રહ્યો હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા. ઉનાળાનું સિઝન (Summer season)માં વન વિભાગ દ્વારા જંગલમાં કૃત્રિમ વોટર પોઈન્ટ ઊભા કરવામાં આવે છે. જ્યાં ટાંકીમાંથી પાણી બહાર ઢોળાતા આજુબાજુની જમીનમાં ઠંડક પ્રસરી જતી હોય છે. આ ઠંડકમાં સાવજોના એક જૂથે ત્યાં ધામા નાખી આરામ ફરમાવ્યો હતો. સામાન્ય રીતે સિંહોના ટોળા ભાગ્યે જ જોવા મળે છે. ગીર અભયારણ્યમાં સામાન્ય રીતે એકલ દોકલ સિંહો જોવા મળતા હોય છે પણ એક સાથે 13 જેટલા સિંહો જોવા મળવા એક અવિસ્મરણીય લ્હાવો છે.
સિંહોની વસ્તી
દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં એશિયાટિક સિંહોની વસ્તી છે. ગત વર્ષે જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે દેશમાં સિંહોની વસ્તી વધીને 674 થઈ છે. 2015ના વર્ષમાં આ આ સંખ્યા 529 હતી. એટલે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સિંહના વિચરણનો વિસ્તાર હાલ 30 હજાર ચોરસ કિલોમીટર જેવો છે. સિંહોના વિસ્તરણ વિસ્તારો જોઈએ તો તેમાં ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર