Home /News /junagadh /'આપણે પ્રજાના સેવકો છીએ, પગાર વધારો લેવો જોઈએ નહી' : મહેન્દ્ર મશરૂ

'આપણે પ્રજાના સેવકો છીએ, પગાર વધારો લેવો જોઈએ નહી' : મહેન્દ્ર મશરૂ

મહેન્દ્ર મશરૂની ફાઇલ તસવીર

સત્તાધારી પક્ષને આંટીમાં લેવા વિપક્ષે અનેક રણનીતિ ઘડી હોવાના દાવાઓ કર્યા હતા, પરંતુ ફાયદાની વાત આવતા જ મૌન ધારણ કરી લીધું

અતુલ વ્યાસ, જુનાગઢ

ગાંધીનગર ખાતે વિધાનસભાના ચોમાસા સત્રનો બીજો દિવસે અનેક મુદ્દે ચર્ચાઓ થઇ હતી. સત્તાધારી પક્ષને આંટીમાં લેવા વિપક્ષે અનેક રણનીતિ ઘડી હોવાના દાવાઓ કર્યા હતા, પરંતુ ફાયદાની વાત આવતા જ મૌન ધારણ કરી લીધું હતુ. રાજયના ગૃહ મંત્રી અને વિધાનસભા ગૃહના સંસદીય મત્રી ધારાસભ્ય અને મત્રીઓના પગાર વધારાનું બિલ ગૃહ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ રજૂ થતા જ ભાજપ અને કૉંગ્રેસના તમામ સભ્યો એક થઇ ગયા હતા અને જાણે એવું લાગતું હતું કે કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. જો કે આ મુદ્દે જુનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરુએ પ્રતિક્રિયા આપી છે.

અહીં ક્લિક કરી વાંચો...ગુજરાતના ધારાસભ્યોનો કેટલો પગાર વધ્યો

વિધાનસભામાં ધારાસભ્યોના પગારભથ્થામાં ૨૫ થી ૩૫ % નો વધરો થયો છે. આ પગાર વધારાના વિરોધમાં જુનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ કહ્યું 'અમે પ્રજાના સેવકો છીએ અમારે વધારો લેવો જોઈએ નહી, હું ધારસભ્ય હતો ત્યારે ભથ્થું તો ઠીક પણ કરોડોની કિંમતનો પ્લોટ પણ મેં નહોતો લીધો.

તો પગાર વધારા મુદ્દે લલિત વસોયાએ ખુશી વ્યક્ત કરી હતી. લલિત વસોયાએ જણાવ્યું કે હું અને અમરીશ ડેર બંને ખુશ છીએ, હજુ પણ બે લાખ સુધીનો પગાર મળવો જોઇએ. અમે બંને અમારા વિસ્તારના ગરીબ દર્દીઓ પાછળ અમારો પગાર વાપરીએ છીએ. આથી જેટલો વધારે પગાર મળશે તે અમે ગરીબો પાછળ વાપરીશું.
First published:

Tags: Former MLA

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો