Home /News /junagadh /Junagadh: જંગલમાં પાણીની શું સ્થિતિ ? વન્ય પ્રાણીઓ માટે શું વ્યવસ્થા ઉભી કરાઇ? જુઓ Video

Junagadh: જંગલમાં પાણીની શું સ્થિતિ ? વન્ય પ્રાણીઓ માટે શું વ્યવસ્થા ઉભી કરાઇ? જુઓ Video

X
ગરમીમાં

ગરમીમાં પીવાના પાણી માટે સ્ત્રોત ઊભા કરાયા

ઉનાળાનો પ્રારંભ થયો છે. વન્ય પ્રાણીને પીવાનાં પાણીની અગવળતા ન પડે તે માટે પાણીનાં કૃત્રિમ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યાં છે. 500થી વધુ પાણીનાં પોઇન્ટ ભરવામાં આવી રહ્યાં છે.

Ashish Parmar, Junagadh : જંગલમાં પાણીનાં કુદરતી સ્ત્રોત સુકાવા લાગ્યા છે. વન્ય પ્રાણીઓને પાણી મળે રહે તે માટે વન વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે. ઉનાળામાં વન્ય પ્રાણીને પાણી મળી રહે તે માટે 500થી વધુ પીવાનાં પાણીનાં પોઇન્ટ ઉભા કરવામાં આવ્યાં છે. ફેબ્રુઆરીથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ રીતે ગોઠવાય છે સમગ્ર વ્યવસ્થા

જંગલમાં કુદરતી પાણીનાં સ્ત્રોત નથી, તેવા સ્થળ ઉપર કૃત્રિમ પાણીનાં સ્ત્રોત ઉભા કરવામાં આવી રહ્યુાં છે. વન વિભાગે 1 ફેબ્રુઆરથી કૃત્રિમ પાણીનાં પોઇન્ટ ઉભા કરવામાં આવી રહ્યાં છે. કૃત્રિમ પાણીનાં પોઇન્ટ વન વિભાગ દ્વારા ભરવામાં આવે છે.



આ પદ્ધતિનો પણ કરાય છે ઉપયોગ

જંગલમાં પ્રોટેક્ટેડ એરિયા અને બીજા એરીયામાં પીવાના પાણીના પોઇન્ટ ઊભા કરાયા છે. તેમાં રીન્યુએબલ એનર્જી રિસોર્સીસનો ઉપયોગ કરાયો છે. જેમાં સોલાર આધારિત તથા પવન આધારિત ઉર્જાથી અહીં ઓટોમેટીક પાણી ભરાય તેવી વ્યવસ્થા કરાય છે.સોલાર ઉર્જાની સુવિધા નથી ત્યા વન વિભાગ ટેન્કરથી પાણી ભરે છે.



ગરમીમાં વન્ય પ્રાણીઓમાં આટલા જોવા મળે છે ફેરફાર

સખત ગરમીમાં વન્ય પ્રાણીઓને પણ મુશ્કેલીઓ પડે છે ત્યારે ગરમીમાં વહેલી સવારે અને સાંજે દરેક પ્રકારની ગતિવિધિ વન્ય પ્રાણીઓમાં જોવા મળે છે. પરંતુ બપોરના સમયે મોટાભાગે છાંયડાવાળા વિસ્તાર તથા ઠંડકવાળા વિસ્તાર વન્યપ્રાણીઓ રહેવાનું પસંદ કરે છે.



ટીમ પણ બજાવે છે રાઉન્ડ ઓફ ધ ક્લોક ફરજ

વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે અને પીવાનું પાણી સમયસર પહોચી રહે તે માટે વિવિધ ટીમ બનાવાઇ છે. સિંહ સહિતના વન્ય પ્રાણીઓમાં કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ કાજળી લેવામાં આવી રહી છે.
First published:

Tags: Asiatic Lions, Drink water, Forest Department, Junagadh news, Local 18