જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ફોરેન્સિક સાયન્સ કોલેજ કાર્યરત છે. ગુજરાતમાં એક માત્ર અહીં ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ થાય છે. તેમજ 200 કરોડનાં ખર્ચે આધુનિક સાધનો છે.
Ashish Parmar, Junagadh: ફોરેન્સિક સાયન્સ આજે ખૂબ જ અગત્યનું છે. કોઈપણ મોટા ક્રાઈમમાં ફોરેન્સિક સાયન્સ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર જૂનાગઢની નવાબી કાળની કોલેજ બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
ગુજરાતની એકમાત્ર કોલેજ ફોરેન્સિક સાયન્સનાં અભ્યાસક્રમ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં કરવામાં આવે છે. જેમાં સાયન્સનો અભ્યાસક્રમમાં 30 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ વધતા જતા ગુનાઓને ડામવા અને તેના ઉકેલ માટે આધુનિક ઢબથી ફોરેન્સિક સાયન્સ ખૂબ જ જરૂરી છે. સાયબર ક્રાઇમ અને હાઈટેક ગુનામાં સંશોધન માટે ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે. ત્યારે ફોરેસ્ટિકના સંશોધનો માટે આ અભ્યાસ ખૂબ જ જરૂરી છે.
આ રીતે કરાવાઈ રહ્યો છે અભ્યાસ
ગુજરાત ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ અને ફોરેન્સિક લેબની નેટવર્ક ચાલી રહ્યું છે. ત્યારે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ દ્વારા ફોરેન્સિક લેબ સાથે MOU કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ફોરેન્સિકનું સીધું જ્ઞાન મળી રહે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.
200 કરોડના ખર્ચે સાધનો વસાવાયા
ગુજરાત સરકાર દ્વારા 200 કરોડ રૂપિયાના ખર્ચે આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કોલેજની વિશેષ પસંદગી કોર્સ માટે કરવામાં આવી છે. જેનું મુખ્ય કારણ એક એ પણ છે કે, પ્રિન્સિપાલ આર.પી. ભટ્ટ ફોરેન્સિક સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત હતાં. જેથી આ વિભાગને ખૂબ જ પ્રગતિ મળે તે માટે પાયાના વિકાસથી આર.પી. ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અહી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે F.T.I.R , G.C.M.S. અને U.V જેવા હાઈટેક સાધનો તથા રિસર્ચ એન્ડ માઈક્રોસ્કોપ જેવા સાધનો છે.
છેલ્લા 12 વર્ષથી આ વિભાગ કાર્યરત
બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે કાર્યરત વિભાગમાં 12 વર્ષથી સફળતાપૂર્વક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે અને સંશોધન લેબમાં હાઇટેક સાધનો સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરી સીબીઆઇ પોલીસ અને અન્ય વિભાગોમાં ઉચ્ચ હોદ્દાના સ્થાને પસંદગી પણ પામ્યાં છે.
અહી પ્રવેશ માટે છે નોમીનલ ફી
અહીં વિદ્યાર્થીઓ જો અભ્યાસ કરવા ઈચ્છે તો તેમણે 25000 ની ફી લેવામાં આવે છે. બીજી હાઈટેક સંસ્થાઓ તથા બીજી કોલેજો અને યુનિવર્સિટી કરતા ઘણી ઓછી છે. દેશના બીજા રાજ્યોમાં આ ફી લાખોમાં પહોંચતી હોય છે ત્યારે ગુજરાત રાજ્યમાં ફક્ત જૂનાગઢમાં એક જ સ્થળે ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરાવવામાં આવે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ?
શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ?
તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ?
તો અમને જાણ કરો.મો. : 7048367314.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર