Home /News /junagadh /Girnar Rain Video: ગિરનાર પર્વત પર અવિરત ધોધમાર વરસાદ, ભવનાથ અને દામોદર કુંડમાં ઘોડાપૂર

Girnar Rain Video: ગિરનાર પર્વત પર અવિરત ધોધમાર વરસાદ, ભવનાથ અને દામોદર કુંડમાં ઘોડાપૂર

જૂનાગઢના ભવનાથના દામોદર કુંડમાં ધોધમાર વરસાદના પગલે ઘોડાપૂર આવ્યું છે.

જૂનાગઢના ભવનાથના દામોદર કુંડમાં ધોધમાર વરસાદના પગલે ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર્વત પર આજ સવારથી અવિરત વરસાદ શરૂ થયો છે. સિઝનનું સૌપ્રથમ દામોદર કુંડમાં પુર આવ્યું છે.

જૂનાગઢ: ગુજરાતમાં ધીમેધીમે ચોમસું (Gujarat Monsoon) ઝડપ પકડી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરમિયાકાંઠાના વિસ્તારોમાં સારો એવો વરસાદ (Saurastra Monsoon) પડી રહ્યો છે. બીજી તરફ આજે જૂનાગઢમાં મેઘમહેર (Junagadh Monsoon) થઇ છે. ત્યારે ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ (Girnar hill rain) શરૂ થયો છે. ગિરનાર પર વરસાદ દરમિયાન અદભૂત દ્રશ્યો   (Beauty of Girnar) સામે આવ્યા છે. ગિરનારમાં જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે એવું દ્રશ્ય ઊભું થાય કે જાણે વાદળો પર્વત સાથે વાતો કરતા હોય. જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

જૂનાગઢના ભવનાથના દામોદર કુંડમાં ધોધમાર વરસાદના પગલે ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર્વત પર આજ સવારથી અવિરત વરસાદ શરૂ થયો છે. સિઝનનું સૌપ્રથમ દામોદર કુંડમાં પુર આવ્યું છે. ત્યાં જ સોનરખ, કાળવા સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે. સાથે જ જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે નદીનાળાઓમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. ગિરનાર પર્વત પર વરસાદના કારણે નયન રમ્યા દ્રશ્યો સર્જાયા છે. ગિરનાર તથા દાતાર પર્વત પર પણ અવિરત મેઘ સવારી શરૂ થઇ છે.



જૂનાગઢના વંથલી તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. વંથલીના કોયલી ગામે આવેલું ત્રિનેત્રેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે. કોયલી ગામમાંથી પસાર થતી સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નાંદરખી, બાલોટ જેવા ગ્રામ્ય વિસ્તારોમાંમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જેથી ઉબેણ નદીમાં નવા નીરની આવક થઈ છે. મેઘરાજા મન મુકીને વરસતા જૂનાગઢના ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો- દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ, જાસપર ગામ બેટમાં ફેરવાયું

ઉલ્લેખનીય છે કે ગિરનારની સુંદરતા (Beauty of Girnar) જોવી હોય તો ચોમાસાની ઋતુ (Monsoon 2022) દરમિયાન તેની મુલાકાત લેવી જોઇએ. ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ દરમિયાન ગિરનાર પર્વત (Girnar hill) પરથી અનેક ઝરણા સજીવન થાય છે. પર્વતના પગથિયા પરથી પણ પાણી ખડખડ વહેતું વહેતું નીચે આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ ખાસ કરીને ચોમાસામાં ગિરનારની મુલાકાત લેતા હોય છે.

આ પણ વાંચો- ઉદેયપુર હત્યા બાદ મુસ્લિમ ફેરિયાઓ પર પ્રતિબંધ મૂક્તો વાઘાસણ ગ્રૂપ ગ્રામ પંચાયતનો લેટેરપેડ વાયરલ

બીજી તરફ માંગરોળ શહેર તથા આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા માંગરોળ શહેરના બંદરજાંપા વિસ્તારમાં રોડ ઉપર ગોઠણસમા પાણી ભરાયાં છે. પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં અનેક વાહનો પાણીમાં સાઇલેન્સર ડુબી જતાં બંધ થયા હતા. તો દર વર્ષે આવી પરિસ્થીતિ સર્જાતી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણીપણ હલતું નથી. માણાવદર તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ત્યાં જ માળિયા હાટીનામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. વંથલી અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે તો જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
First published:

Tags: Girnar in Monsoon, Gujarat monsoon, Gujarat rainfall, Heavy rainfall, Monsoon 2022, Rainfall in Gujarat