Home /News /junagadh /Junagadh: JCBથી ઊભો કરવો પડે એટલો મોટો રાવણ બનાવ્યો, 22 વર્ષ બાદ રાવણ દહન થશે

Junagadh: JCBથી ઊભો કરવો પડે એટલો મોટો રાવણ બનાવ્યો, 22 વર્ષ બાદ રાવણ દહન થશે

જૂનાગઢમાં લાંબા સમયબાદ રાવણ દહન થશે

જૂનાગઢમાં છેલ્લા 25 વર્ષ બાદ રાવણ દહન કરવામાં આવશે, દશેરાને લઇને તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડશે

  ASHISH PARMAR JUNAGADH :  અસત્ય પર સત્યના વિજયનો પર્વ એટલે કે દશેરા. કહેવાય છે કે ભગવાન રામ દ્વારા રાવણનો વધ કરવામાં આવ્યો ત્યારથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે જૂનાગઢમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારની ઉજવણી થતી નહોતી ત્યારે હરિઓમ ગ્રુપ દ્વારા સૌ પ્રથમ વખત જૂનાગઢમાં રાવણ દહનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સાંજના સમયે ખૂબ મોટી સંખ્યામાં ભીડ ઉમટવાની શક્યતા છે કારણકે આ ટ્રસ્ટના કાર્યકરો છેલ્લા 11 દિવસથી રાવણનું સ્ટેચ્યુ બનાવવા માટેની કામગીરી કરી રહ્યા છે.

  આ રીતે બનાવ્યું છે સ્ટેચ્યુ

  છેલ્લા 11 દિવસથી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ ના 25 થી 30 વ્યક્તિઓની ટીમ રાત દિવસ મહેનત કરી રહી છે 35 ફૂટ ઊંચી રાવણની પ્રતિમા બનાવવામાં આવી છે જેમાં 25000 જેટલા ફટાકડા રાખવામાં આવ્યા છે. આ સંપૂર્ણ બનાવટનો અંદાજિત કુલ ખર્ચ 50,000 ને પાર થઈ જશે તેવું આયોજક વિજયભાઈ ગોહેલે જણાવ્યું હતું.

  જૂનાગઢમાં લાંબા સમયબાદ રાવણ દહન થશે


  કાર્યક્રમને અનોખું નામ અપાયું

  કાર્યક્રમના આયોજક વિજયભાઈ ગોહેલ નું કહેવું છે કે દરેક જગ્યાએ રાવણ દહન તેમ કાર્યક્રમનું નામ અપાતું હોય છે પરંતુ અમારા દ્વારા અલગ રીતે આ કાર્યક્રમને જોવાઈ રહ્યો છે જેથી અમે આ કાર્યક્રમને શ્રી રામ વિજય ઉત્સવ તરીકે ઉજવીશું કારણકે રાવણ કરતાં શ્રીરામનું મહત્વ અને પદ ઊંચું છે જેથી ભગવાન રામના નામે આ સંપૂર્ણ તહેવાર અમે ઉજવવા માગીએ છીએ.  22 વર્ષ પહેલા આ જગ્યાએ કરાયું હતું રાવણ દહન

  જૂનાગઢમાં ગિરનાર રોડ પર આવેલા મયારામ આશ્રમ ખાતે 22 વર્ષ પહેલાં રાવણ દહન નું કાર્યક્રમનું આયોજન થયું હતું જેના 22 વર્ષ બાદ આજે હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન થયું છે જેને સફળ બનાવવા સમગ્ર ટ્રસ્ટના 80 થી વધુ કાર્યકરોએ જહેમત ઉઠાવી છે.

  ઘટના સ્થળે ફાયર બ્રિગેડ સહિતની ટીમ રહેશે

  ઘટના સ્થળે કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાઇ નહીં તે માટે ફાયર બ્રિગેડની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે સાથે ટ્રસ્ટના 80 થી વધુ કાર્યકરોને આઈકાર્ડ આપી અને ડ્રેસકોડમાં સ્થળ પર હાજર રાખવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારની રાવણ દહન સમયે જાનહાની સર્જાઈ નહીં.  આ વર્ષથી શરૂઆત કરી દર વર્ષે કરીશું આયોજન

  હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના વિજયભાઈ ગોહેલે જણાવ્યું હતું કે અમે આ વર્ષથી હવે શરૂઆત કરી છે જે દર વર્ષે યથાવત રાખીશું. રાવણ દહન પાછળનું કારણ એ છે કે અત્યાર સુધી કોઈ આયોજન નહોતું અમે રામ નવમી અને જન્માષ્ટમીના કાર્યક્રમો કરીએ જ છીએ પરંતુ બધા પોતપોતાના કામગીરીમાં નવરાત્રિના નવ દિવસ વ્યસ્ત રહે છે ત્યારે દસમા દિવસે રાવણ દહનના કાર્યક્રમમાં બધા સાથે મળીને આયોજન કરીએ તેઓ વિચાર આવ્યો જેથી અમલમાં મૂકી અને આ વર્ષથી રાવણ દહનનું કાર્યક્રમ અમે શરૂ કર્યો છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन