Home /News /junagadh /APMC NEWS : ખટ્ટમીઠી ખાખડીનું આગમન, જૂનાગઢ યાર્ડમાં 100 કિલો ખાખડી આવી, આટલા ભાવ

APMC NEWS : ખટ્ટમીઠી ખાખડીનું આગમન, જૂનાગઢ યાર્ડમાં 100 કિલો ખાખડી આવી, આટલા ભાવ

ગીરની કેસર કેરીની સિઝન હવે આવી રહી છે. ત્યારે બજારમાં ખાખડીનું આગમન થયું છે. આજે જૂનાગઢ યાર્ડમાં 100 કિલો ખાખડીની આવક થઇ હતી.જેનાં 250થી 350 રૂપિય ભાવ રહ્યાં હતાં.

ગીરની કેસર કેરીની સિઝન હવે આવી રહી છે. ત્યારે બજારમાં ખાખડીનું આગમન થયું છે. આજે જૂનાગઢ યાર્ડમાં 100 કિલો ખાખડીની આવક થઇ હતી.જેનાં 250થી 350 રૂપિય ભાવ રહ્યાં હતાં.

Ashish Parmar, Junagadh : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે સીઝનની પ્રથમ ખાખડીની આવક થઇ છે અને 350 ના ભાવે હરરાજી કરવામાં આવી હતી. ઉનાથી ખાખડીની આવક નોંધાઈ હતી. 100 કિલો ખાખડીનો પ્રથમ જથ્થો ઠલવાયો હતો. ઉનાથી પ્રથમ આવક નોંધાઈ હતી. હ૨રાજીમાં પ્રતિ કિલો ભાવ 250 થી 350 મળ્યા, હવે આવક વધશે.

પ્રથમ 100 કિલો ખાખડીની આવક થઇ

જૂનાગઢ શાકભાજી યાર્ડમાં આજે કાચી કેરીની વિધિવત આવક નોંધાઈ હતી. જૂનાગઢમાં અમુક વિસ્તારોમાં ખાખડીનું વેંચાણ થતું જોવા મળતું હતું.પરંતુ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની પ્રથમ ખાખડીની 100 કિલો આવક નોંધાઈ હતી. આજે પ્રતિ કિલો 250 થી 350 ના ભાવે હરાજી કરવામાં આવી હતી.



જૂનાગઢમાં એકલ દોકલ વિસ્તારોમાં ખાખડીનું વેંચાણ થયું

શહેરના થોડા વિસ્તારમાં પૂરતો સ્ટોક ન હોવાને લીધે ખાખડીના શોખીનો ખરીદી કરી શકતા ન હતા. યાર્ડમાં ખાખડીનું વિધિવત આગમન થતાં શહેરીજનોને ખરીદી કરવામાં સ૨ળતા મળશે.સીઝનની પ્રથમ ખાખડીનું માર્કેટિંગ યાર્ડમાં 350 રૂપિયા એક કિલો સસ્તા ભાવે વેંચાણ થયું હતું પરંતુ બજારમાં લોકોની માંગને પગલે શાકભાજીના વ્યાપારીઓ દોઢથી બે ગણા વધુ ભાવે નફાખોરી કરતા લોકોને ગરજનો ભાવ આપવા પણ મજબૂર થવું પડ્યું હતું.


શાકભાજી યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ આજે સિઝનની પ્રથમ ખાખડી તાલાલા ગીર વિસ્તારમાંથી આવી હતી તેમજ આગામી દિવસોમાં ખાખડીની આવક વધુ થશે.

First published:

Tags: Junagadh news, Local 18