Home /News /junagadh /જૂનાગઢ: પ્રેમી સાથે જોઈ જતા પરિવારે આપે ઠપક્યો, પિતરાઇ બહેનોએ ટૂંકાવ્યું જીવન

જૂનાગઢ: પ્રેમી સાથે જોઈ જતા પરિવારે આપે ઠપક્યો, પિતરાઇ બહેનોએ ટૂંકાવ્યું જીવન

બે પિતરાઈ બહેનોને એક તરફી પ્રેમમાં પાગલ યુવાનોએ જબરદસ્તી ઝેરી દવા પીવડાવી હોવાનો મામલો સામે આવ્યો હતો.

બે પિતરાઈ બહેનોને એક તરફી પ્રેમમાં પાગલ યુવાનોએ જબરદસ્તી ઝેરી દવા પીવડાવી હોવાનો મામલો સામે આવ્યો હતો.

યુવાનીનો પ્રેમ આંધળો હોય છે, પાગલ હોય છે, એવું લોકો કહે છે. યુવાની સમયમાં પ્રેમમાં માણસ કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે, તેની માટે કોઈ પણ હદ પાર કરી જાય છે. આવી જ એક પ્રેમ કહાનીમાં બે યુવતીએ પોતાનું જીવન ટુંકાવી દીધુ હોવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના વીસાવદરના દુધાળા ગામમાં ગઈ કાલે બે પિતરાઈ બહેનોને એક તરફી પ્રેમમાં પાગલ યુવાનોએ જબરદસ્તી ઝેરી દવા પીવડાવી હોવાનો મામલો સામે આવ્યો હતો, આ ઘટના બાદ પુરા ગામમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં ગઈકાલે જ સારવાર દરમ્યાન એક યુવતીનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજી યુવતીની સારવાર ચાલી રહી હતી. તેનું પણ આજે મોત થયું છે.

જોકે, ગઈકાલની આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસની પુછતાછમાં બહાર આવ્યું છે કે, કાજલ અને ગુલાબ નામની યુવતીને બે યુવાનોએ જબરદસ્તી ઝેરી દવા નથી પીવડાવી. પરંતુ બંને યુવતીઓએ જાતે જ ઝેરી દવા ખાઈ મોતને વહાલુ કર્યું છે.

પોલીસ સૂત્રો પાસે્થી મળતી માહિતી અનુસાર, કાજલ અને ગુલાબ નામની યુવતીને ભાવેશ અને કાના નામના યુવાન સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ ચાલતો હતો. બંને પ્રેમી યુગલ ખેતરોમાં મુલાકાત કરતા હતા. એક દિવસ યુવતીના પરિવારના લોકો બંને યુવતીને તેમના પ્રેમી સાથે જોઈ જતા તેમને ઠપકો આપ્યો હતો. આખરે પ્રેમમાં નિષ્ફળ જવાની બીકે બંને યુવતીએ મોત વહાલુ કરી લીધુ છે.
First published:

Tags: Drink, Love, Two girls, આત્મહત્યા, જૂનાગઢ, ડર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો