Home /News /junagadh /

Gujarat Farmer: ગુજરાતના ખેડૂતો માટે ઇઝરાઇલી ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થઇ, ઉત્પાદન બમણું થયું

Gujarat Farmer: ગુજરાતના ખેડૂતો માટે ઇઝરાઇલી ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થઇ, ઉત્પાદન બમણું થયું

ઇજરાયલી ટેકનોલોજી ગુજરાત સરકારના સહયોગના કારણે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.

ગીર સોમનાથ જિલ્લાના પાંચ પીપળવા ગામમાં પાંચ પીપળવા ગામના ખેડૂત દ્વારા છેલ્લા 5-7 વર્ષથી ગુજરાત સરકારની સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો લાભ લઇ ટપક પદ્ધતિથી ખેતી કરી યોગ્ય વળતર મેળવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જમીન વધારે પણ કૂવામાં પાણી ન હોય તો કેવી સ્થિતિ ઉદ્ભવે તેનાથી દરેક ખેડૂત પરિચિત હશે.

વધુ જુઓ ...
  દિનેશ સોલંકી, ગિરનાર: રાજ્ય સરકાર (Government of Gujarat)ની સૂક્ષ્મ સિંચાઈ યોજના (Micro Irrigation Scheme)થી ગિરનારના ખેડૂતો (farmer) ખુશખુશાલ થયા છે, જિલ્લાભરમાં દર વર્ષે 15 હેકટર જેટલી જમીનમાં સૂક્ષ્મ સિંચાઈ યોજના ખેડૂતો લાભ લે છે. જયારે અત્યાર સુધીમાં 15 હજાર હેકટરમાં ગીરના ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેતી કરી રહ્યા છે.

  ગીર સોમનાથ જિલ્લાના પાંચ પીપળવા ગામમાં પાંચ પીપળવા ગામના ખેડૂત દ્વારા છેલ્લા 5-7 વર્ષથી ગુજરાત સરકારની સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો લાભ લઇ ટપક પદ્ધતિથી ખેતી કરી યોગ્ય વળતર મેળવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જમીન વધારે પણ કૂવામાં પાણી ન હોય તો કેવી સ્થિતિ ઉદ્ભવે તેનાથી દરેક ખેડૂત પરિચિત હશે. બસ આવી જ સ્થતિ મસરીભાઈ ડોડીયાના પરિવારની હતી. 100 ફૂટ ઊંડો કૂવો હોવા છતાં પોતે પાક લઈ શકતા ન હતા, પરંતુ ગુજરાત સરકારની સૂક્ષ્મ સિંચાઈ યોજના ધ્યાને આવતા આ ખેડૂતે સરકારની આ યોજનનો લાભ પોતાના જમીનમાં ટપક પદ્ધતિથી ખેતી કરવાનું ચાલુ કર્યું અને આજે મગફળી, શેરડી, શાકભાજી, પપૈયા સહિતનો પાક લઈ બમણું ઉત્પાદન મેળવે છે.

  આ પણ વાંચો- Jamnagar: જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા બાદ પરિવારજનોએ યુવતીની માતાને પતાવી નાંખી

  બીજી તરફ અન્ય એક ખેડૂતનું પણ કહેવું છે કે સરકારની આ યોજનાનાં કારણે આજે તેઓ પગભર થયા છે. કારણ તેજ કૂવામાં પાણી ના હોવું. એક તરફ કૂવામાં પાણી નથી બીજી તરફ ટપક પદ્ધતિ વસાવવા સક્ષમ ન હોવાથી ચિંતામાં હતા. પરંતુ ગુજરાત સરકાર 70 થી 80 ટકા સબસીડીના કારણે તેઓએ ટપક પદ્ધતિથી ખેતી કરવાનું ચાલુ કર્યું અને આજે પરિણામ સામે છે. તેઓ પણ શેરડી, મગફળી સહિત આકરા ઉનાળામાં પણ ઓછા પાણીએ તરબૂચની સારી એવી ખેતી કરી યોગ્ય વળતર મેળવે છે.

  એક અનુમાન મુજબ ગુજરાત રાજ્યની કુલ ખેતિની જમીનનાં 79% ટકા વિસ્તારની સિંચાઇ ભુગર્ભજળ કૂવા બોર વગેરેથી થાય છે. સમયની સાથે ભુગર્ભજળ ભંડારો ઓછા થવાથી પાણીના જળ નીચા જાય છે અને વધુ ઉંડાઇથી પાણી ખેંચતા તેની ગુણવત્તા પિયત માટે જરુરીયાત મુજબની રહેતી નથી. ખાસ કરીને મધ્યમથી મોટો વિસ્તાર ધરાવતા ખેડુતો પાસે પોતાનો પાણીનો સ્ત્રોત હોવા છતા ઘણીવાર પુરા વિસ્તારમાં પિયત થઇ શકતું નથી.

  આ પણ વાંચો-CSK vs GT: ગુજરાત ટાઇટન્સે 10મી મેચમાં ચેન્નાઇને રગદોળી ક્વોલિફાયર-1માં સ્થાન મેળવ્યું

  ધોરીયા, ક્યારાની જૂની પિયત પદ્ધતિમાં જમીન પર આગળ વધતો પાણીનો પ્રવાહ પુરેપુરી જમીનને પાણીથી તરબોળ કરીને આગળ વધે છે. આ પધ્ધતિમાં પાણીના બગાડ ઉપરાંત બીજા પણ ગેરલાભ છે. એક તો મુળ વિસ્તારમાં વધારે પડતું પાણી ભરાઇ જાય છે. બીજું છોડવાને હવા અને ગરમીની અછત થાય છે. જે ખોરાકની શોષણ ક્રિયામાં બાધા બને છે. આ ઉપરાંત નિંદામણમાં વધારો થવાથી ખાતરની કાર્યક્ષમતામાં ઘટડો પણ થાય છે. ત્યારે આ સૂક્ષ્મ સિંચાઇ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા જીજીઆરસી અનુસાર 70 થી 80 ટકા સબસીડી પણ આપવામાં છે. જે અંતર્ગત 1 લાખ રૂપિયાની ટપક અથવા ફુવારા પદ્ધતિમાં ખેડૂતોને માત્ર 25 થી 30 હજાર રૂપિયા જ ભરવાના રહે છે બાકીની રકમ ગુજરાત સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. એટલેકે આ ઇજરાયલી ટેકનોલોજી ગુજરાત સરકારના સહયોગના કારણે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Farmer in Gujarat, Girnar, Gujarat Government, Microgreen farming

  આગામી સમાચાર