જૂનાગઢ નજીકનાં વડાલ ગામનાં ખેડૂત છેલ્લા નવ વર્ષથી ગાય આધારીત ખેતી કરી રહ્યાં છે. ખેતી માટે 10 ગાય રાખી છે. જીવામૃત બનાવી ખેતી કરે છે. ગાય આધારીત ખેતીનાં કારણે સારું ઉત્પાદન મળી રહ્યું છે. 1 લાખ ખેડૂતોએ તેમની મુલાકાત લીધી છે.
Ashish Parmar, Junagadh : ખેડૂતો દિન પ્રતિદિન હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે અને આ પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને સારું એવું વળતર પણ મળી રહ્યું છે. આજે આપને માહિતી આપીશું કે પ્રાકૃતિક ખેતી થી કેટલો ફાયદો થાય છે અને રાસાયણિક ખેતીથી કેટલું નુકસાન. જૂનાગઢના વડાલ ગામના વતની હિતેશભાઈ દોમડીયા છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. હિતેશભાઈ પણ ખેતીની શરૂઆત રાસાયણિક ખેતીથી જ શરૂ કરી હતી. પરંતુ આજે તેઓને પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સારું વળતર મળી રહ્યું છે.
પ્રાકૃતિક ખેતીની પ્રેરણા ક્યાંથી મળી
હિતેશભાઈ દોમડીયા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રાકૃતિક ખેતી સાથે ન હોતા જોડાયા. તેઓએ ખેતીની શરૂઆત કરી ત્યારે તેઓ રાસાયણિક ખેતીમાં જ સમગ્ર પાકનું વાવેતર કરતા હતાં. દર વર્ષે તેઓ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં પોતાની જમીનની માટીનું પરીક્ષણ કરી અને યુનિવર્સિટીની સુચના મુજબ ખાતરનો ઉપયોગ કરતા હતા.
પરંતુ દર વર્ષે ખાતરનો ઉપયોગ વધુ કરવો પડતો હતો અને બીજા વર્ષે ડોઝ વધારવાથી જમીનની ગુણવત્તા દિન પ્રતિદિન ઓછી થઈ રહી હતી. જેથી તેમને ઘણી વખત ખોટનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબિરમાં જોડાઈને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવાનો સંકલ્પ લીધો જેને આજે નવ વર્ષથી તેઓ આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
હાલમાં કરે છે ગાય આધારિત ખેતી
હિતેશભાઈ છેલ્લા નવ વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે, જેમાં તેમની પાસે હાલમાં 10 ગાય છે. આ 10 ગાયનો નિભાવની સાથે સાથે તેના છાણના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. હિતેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ 200 લીટરના બેરલમાં 10 કિલો ગાયનું છાણ, 10 કિલો ગૌમુત્ર, તેની સાથે કોઈપણ વડની નીચેની માટી, એક કિલો ગોળ બેરલમાં નાખી અને તેનું જીવામૃત બનાવે છે.
જીવામૃતથી બેક્ટેરિયા અને અળસિયાથી ફાયદો
આ જીવામૃત બનાવી તેઓ બીજામૃતને પટ મારી અને બીજ વાવવા માટે આચ્છાદન કરી અને મલચીંગ કરે છે. જેથી જમીનમાં બેક્ટેરિયા અને અળસિયા બને છે અને તેનાથી જમીનમાં ખૂબ સારો ફાયદો મળી રહે છે. ગાયના છાણનો પાવડર બનાવી અને તેમાંથી વન જીવામૃત બનાવી તેનો ઉપયોગ કરે છે.
એક વીઘામાં કર્યું ગાય માટે ઘાસનું વાવેતર
હિતેશભાઈ પાસે 10 ગાય છે. આ 10 ગાયનાં નિભાવ માટે એક વીઘામાં ઘાસનું વાવેતર કર્યું છે જેમાંથી ગાયને પોષણ મળી રહે છે અને ગાયના છાણથી હિતેશભાઈની જમીનને પોષણ મળે છે એટલે આ સાયકલ આમ જ ચાલતી રહે છે.
એક લાખથી વધુ ખેડૂતોએ લીધી મુલાકાત
હિતેશભાઈ જ્યારથી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે, ત્યારથી અહીં ઘણા બધા ખેડૂતોએ તેમની મુલાકાત લીધી છે. આશરે એક લાખથી વધુ ખેડૂતોએ અહીં હિતેશભાઈની મુલાકાત લઇ તેમની પાસેથી પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણા લીધી છે અને હિતેશભાઈ પણ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર દરેક ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી માટે સમજણ પણ આપી રહ્યા છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો. આ રહ્યું અમારું મેઇલ આઇડી : ashish.parmar@news18.in મો. : 7048367314.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર